માનસિક થાક, અવસર નહીં... ઇશાન કિશન અચાનક કેમ થયો ટીમથી બહાર, સામે આવ્યું કારણ
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન અને વિકેટકીપર ઇશાન કિશન અચાનક ભારતીય ટીમથી બહાર થઈ ગયો છે. તેના પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ હવે આ મામલે અસલી કારણ સામે આવ્યું છે. ઇશાન કિશન રોકાયા વિના ભારતીય ટીમ સાથે હતો, પરંતુ તેને રમવાના અવસર સતત મળી રહ્યા નહોતા. તે વર્ષ 2023ની શરૂઆતથી સતત ભારતીય ટીમ સાથે જોડાયો હતો, પરંતુ તેને રમવાનો અવસપ ત્યારે જ મળતો હતો, જ્યારે કોઈ મોટો કે નિયમિત ખેલાડી બહાર થતો હતો.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઇશાન કિશન બહાર થવાનું કારણ અંગત છે. જો કે, હાલમાં જ દક્ષિણ આફ્રિકાની ટીમ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં સંજુ સેમસન અને કે.એલ. રાહુલ વિકેટકીપર તરીકે ઉપસ્થિત હતા, એવામાં તેઓ વચ્ચે બ્રેક લઈને આવ્યા હતા, પરંતુ ટેસ્ટ સીરિઝ માટે ઇશાન કિશન ટીમમાં હતો. તો ઇશાન કિશન બહાર થવા પાછળ ‘એક અંગ્રેજી અખબાર’ના રિપોર્ટમાં અલગ જ કારણ બતાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇશાન કિશને માનસિક થાકના કારણે ટેસ્ટ સીરિઝ છોડી અને ઘરે આવતો રહ્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇશાન કિશન સતત ભારતીય ટીમ સાથે ટ્રાવેલ કરી રહ્યો હતો, પરંતુ તેને સતત રમવાના અવસર મળી રહ્યા નહોતા. એવામાં તેણે પરેશાન થઈને સીરિઝમાંથી હટવાનો નિર્ણય લીધો. આમ તે આ વર્ષની શરૂઆતથી સતત બધા ફોર્મેટમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. તેણે ટેસ્ટ ડેબ્યૂ પણ કર્યું. આ રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું કે સતત અવસર અવસર ન મળવાથી તે ખૂબ પરેશાન હતો. એવામાં તેને ઘણી વખત રમવા તૈયાર રહેવું પડતું હતું. આ કારણે તે માનસિક રૂપે થાકી ગયો હતો. તેના પર તેણે ટીમ મેનેજમેન્ટને બ્રેક આપવા કહ્યું.
ઇશાન કિશન વર્ષ 2023ની ભારતીય ટીમની પહેલી સીરિઝથી ટીમનો હિસ્સો રહ્યો છે. ભારતે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સાથે T20 અને વન-ડે સીરિઝ રમી, તેમાં ઇશાન કિશન હતો. પછી તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે IPL 2023માં મુંબઈ માટે રમ્યો. પછી તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ટીમમાં રાખવામાં આવ્યો. વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે પણ તે રમ્યો. તો ઇશાન એશિયા કપ અને વર્લ્ડ કપ 2023 દરમિયાન પણ ભારતીય ટીમ સાથે રહ્યો.
વર્લ્ડ કપમાં માત્ર 2 જ મેચ રમ્યો. તો ઇશાન કિશન એશિયા કપ અને વર્લ્ડ કપ 2023 દરમિયાન પણ ભારતીય ટીમમાં રહ્યો. વર્લ્ડ કપમાં તેને માત્ર 2 જ મેચ શુભમન ગિલને ડેન્ગ્યૂ થવાના કારણે રમવા મળી. જેવો જ ગિલ ફિટ થયો ઇશાન બહાર થઈ ગયો. આખા વર્લ્ડ કપમાં રાહુલે કીપિંગ કરી. વન-ડે વર્લ્ડ કપ બાદ ઇશાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 સીરિઝ માટે પણ પસંદ કરાયો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેણે 3 મેચ રમી, પરંતુ દક્ષિણ આફ્રિકામાં તે ન રમ્યો. અહી જીતેશ શર્માને કીપર તરીકે અજમાવવામાં આવ્યો.
ઇશાનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ્યારે T20 સીરિઝમાં પૂરતા અવસર ન મળ્યા તો તેના પર અજય જાડેજા નારાજ હતા. તેમણે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કિશનને આ T20 સીરિઝમાં જરૂરી અવસર મળવા જોઈતા હતા. કિશનને સીરિઝની અંતિમ બે T20 ઇન્ટરનેશનલ મેચો માટે સામેલ કરવામાં આવ્યો નહોતો. જ્યારે કિશને ઓસ્ટ્રેલિયાની ટીમ વિરુદ્ધ 3 મેચોમાં 110 રન બનાવ્યા હતા. તેમ 2 અડધી સદી સામેલ હતી. કિશનની જગ્યાએ જીતેશ શર્માને સામેલ કરવામાં આવ્યો હતો.
તો ઇશાન વર્લ્ડ કપમાં પણ 2 જ મેચ રમ્યો હતો, ત્યારબાદ તેની જગ્યાએ ગિલને રમાડવામાં આવ્યો. જાડેજાએ ત્યારે કહ્યું હતું કે, કિશન, જેના નામે વન-ડેમાં બેવડી સદી છે, તેને એક કમ્પ્લિટ ખેલાડી બનવા માટે નિયમિત મેચની જરૂરિયાત છે. જો કોઈ ખેલાડીને અવસર નહીં મળે તો પછી તે આગળ કેવી રીતે વધશે. ઇશાન એવો ખેલાડી છે જે મેચ બદલી શકે છે. ઇશાને છેલ્લા 2 વર્ષમાં કેટલી મેચ રમી છે. ભારતીય ક્રિકેટની આ કહાની ખૂબ જૂની છે. તેમણે કહ્યું કે, આપણે ખેલાડી પસંદ કરતા નથી, પરંતુ રિજેક્ટ કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp