#IPL2018: 38 બોલમાં 62 રન ફટકારનાર મનીષ પાંડે કેમ બન્યો વિલન

PC: iplt20.com

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને IPLની સિઝન 11ની 51મી મેચમાં 14 રનથી હરાવ્યું હતું. આ મેચમાં 38 બોલમાં 62 રન બનાવીને પણ મનીષ પાંડે દર્શકો અને હૈદરાબાદના ફેન્સની નજરમાં વિલન બની ગયો હતો.

મેચની છેલ્લી 2 ઓવરમાં હૈદરાબાદને જીત માટે 35 રનની જરૂરિયાત હતી અને વિલિયમસન અને મનીષ પાંડે ક્રિઝ પર હતા. 19મી ઓવરમાં 15 રન આવ્યા હતા એટલે છેલ્લી ઓવરમાં જીત માટે 20 રનની જરૂરિયાત હતી પરંતુ પહેલી બોલ પર જ વિલિયમસન આઉટ થઈ ગયો હતો અને છેલ્લી ઓવરમાં મનીષ પાંડે અલગ અલગ પ્રકારના શોટ રમવાના ચક્કરમાં 4 બોલમાં માત્ર 4 રન કરી શક્યો હતો જેથી તેની ટીમ 14 રને હારી ગઈ હતી.

IPLમાં સારા ફોર્મમાં નજર નથી આવી રહ્યો મનીષ પાંડે અને એ વિશે તે સ્વીકારી પણ ચૂક્યો છે કે તે ફોર્મમાં વાપસી કરવા માટેની કોશિશ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp