રોહિત-કોહલીને T20 વર્લ્ડ કપમાં રમાડવું ભારતીય ટીમને પડશે મોંઘું, આ છે 3 કારણો
રોહિત શર્મા અને વિરાટ કોહલીને 14 મહિનામાં પહેલી વખત T20 ટીમમાં જગ્યા આપીને સિલેક્ટર્સે ભલે ‘પ્લે ઓફ’નું વલણ અપનાવ્યું હોય, પરંતુ તેમનો આ નિર્ણય T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ભારે પડી શકે છે. છેલ્લા બે T20 વર્લ્ડ કપમાં ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યા બાદ રોહિત અને વિરાટ કોહલીએ જો વધુ એક અવસર આપવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેના માટે તેમને દોષી નહીં ઠેરવી શકાય. પરંતુ સિલેક્ટર્સના મામલે એમ નહીં કહી શકાય, જેમણે નવેમ્બર 2022માં સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે મળેલી હાર બાદ ઘણા નવા ખેલાડીઓને ટીમમાં પસંદ કર્યા હતા.
T20 ફોર્મેટમાં બંને ફિટ નથી બેસતા:
રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે અફઘાનિસ્તાન વિરુદ્ધ 11 જાન્યુઆરીથી શરૂ થનારી T20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરાયા છે, જે એ વાતના સંકેત છે કે આ બંને દિગ્ગજ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં જૂનમાં થનારા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો હશે. આ બંને દિગ્ગજ ખેલાડીઓએ ભારતને વન-ડે વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ શું તેઓ રમતના સૌથી નાના ફોર્મેટના હિસાબે ફિટ બેસી શકશે?
રોહિત-વિરાટના રેકોર્ડ પણ નથી આપતા પુરાવા:
રોહિતે વન-ડે વર્લ્ડ કપમાં શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને અફઘાનિસ્તાન વિરુદ્ધ મોહાલીમાં શરૂ થનારી સીરિઝમાં પણ તે આ જ અંદાજમાં રમી શકે છે. બીજી તરફ કોહલીની રમત 50 ઓવરના ફોર્મેટને વધુ અનુકૂળ છે, પરંતુ તેમણે જે 14 T20 મેચ રમી છે, તેમાં 137.96ની સારી સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તેની વિરુદ્ધ તેના સાથી અને વર્લ્ડના સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવની સ્ટ્ર ઇક રેટ 170 કરતા વધુ છે. ગત T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા 6 મેચમાં 19.33ની એવરેજથી માત્ર 116 રન જ બનાવી શક્યો હતો. જો કે, વિરાટ કોહલીના આંકડા તેનાથી ખૂબ સારા હતા.
તો યુવા ખેલાડીઓ સાથે થશે અન્યાય:
યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને જે પણ અવસર મળ્યા છે, તેમાં તેમણે પોતાની ક્ષમતા દેખાડી છે, પરંતુ આપણે મોટા ઇવેન્ટમાં નવા ખેલાડીઓને અવસર નહીં આપીએ તો પછી તૈયાર કેવી રીતે થશે. રિન્કુ સિંહ, તિલક વર્મા જેવા ખેલાડી મિડલ ઓર્ડરમાં પ્રદર્શન કરવા ઉત્સુક છે. રોહિત અને કોહલીનું સિલેક્શન કરીને સિલેક્ટર્સે સ્પષ્ટ કરી દીધું કે તેઓ કોઈ પ્રકારનું જોખમ લેવા માગતા નથી. ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન આકાશ ચોપરાને લાગે છે કે સિલેક્ટર્સે બંને ખેલાડીઓની સિલેક્શન કરવું હતું અને તેમાંથી કોઈ એકને બહાર રાખી શકતા નહોતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp