BCCIએ આ કારણે રોહિત અને વિરાટને ન આપી વન-ડે અને T20 સીરિઝમાં જગ્યા

PC: hindustantimes.com

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ત્રણેય ફોર્મેટની ટીમોની જાહેરાત કરી દીધી છે. T20માં સૂર્યકુમાર યાદવ અને વન-ડે ટીમમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા જવાબદારી સંભાળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને વ્હાઇટ બૉલ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ બંને સીરિઝમાં દિગ્ગજ બોલર જસપ્રીત બૂમરાહને પણ સામેલ કરવામાં આવ્યો નથી. સાથે જ મોહમ્મદ શમીને પણ સબ્જેક્ટ ટૂ ફિટનેસ બતાવવામાં આવ્યો છે એટલે કે તે અત્યારે મેડિકલ ટ્રીટમેન્ટમાંથી પસાર થઇ રહ્યો છે અને ફિટ થઇને ટેસ્ટ સીરિઝમાં હિસ્સો લઇ શકશે.

BCCIએ ટ્વીટ કરતા લખ્યું કે, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બોર્ડ પાસે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર સાફ બૉલ ક્રિકેટથી બ્રેક આપવા માટે અનુરોધ કર્યો હતો. મોહમ્મદ શમી હાલમાં ચિકિત્સા ઉપચારથી પસાર થઇ રહ્યો છે અને તેની ઉપલબ્ધતા ફિટનેસ પર નિર્ભર કરશે.’ ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બૂમરાહને વન-ડે અને T20 ટીમમાં કેમ જગ્યા મળી નથી તેને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપ 2024ને ધ્યાનમાં લઇને આ પ્રવાસ માટે T20 ટીમમાં સામેલ કરી શકાય છે, પરંતુ બોર્ડે યુવા ખેલાડીઓ પર જ ભરોસો કાયમ રાખ્યો.

BCCIએ વિરાટ કોહલી અને રોહિત શર્માને T20 અને વન-ડેમાં આરામ આપવાનો નિર્ણય લીધો છે. વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ બાદ રોહિત અને વિરાટ રેસ્ટ પર છે. હવે આ બંને દિગ્ગજ ખેલાડી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2 ટેસ્ટ મેચોની સીરિઝમાં હિસ્સો લેશે. બંને ખેલાડીઓએ પોતાની અંતિમ T20 મેચ ગયા વર્ષે થયેલા T20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓ સાથે જોડાયેલા આ બંને બેટ્સમેનોને T20 ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યા નથી. જો કે, આગામી વર્ષે થનારા T20 વર્લ્ડ કપમાં આ ખેલાડીઓનું સિલેક્શન IPLના પ્રદર્શનના આધાર પર થઇ શકે છે.

ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મસ શમી, જસપ્રીત બૂમરહ (ઉપકેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.

વન-ડે માટે ભારતીય ટીમ:

કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, સાઇ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐય્યર, સંજૂ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચાહર.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા (ઉપકેપ્ટન), વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, દીપક ચાહર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp