હરભજન સિંહે જણાવ્યું ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જવું જોઈએ કે નહીં
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ, જેને 'ટર્બનેટર' તરીકે ઓળખવામાં આવે છે, તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાની સંભાવના પર ચિંતા વ્યક્ત કરી છે. ભજ્જીએ પાકિસ્તાનમાં સુરક્ષાની વર્તમાન અસ્થિરતાનો ઉલ્લેખ કર્યો છે. પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને જોતા હરભજનની દલીલ એકદમ સાચી માનવામાં આવી રહી છે.
હરભજને સ્પષ્ટ કર્યું કે, તે ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની સહભાગિતાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સરકારની મંજૂરી મેળવવા માટે BCCI (ભારતમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના પગલાને સમર્થન આપે છે. BCCIએ હજુ સુધી આ મામલે કોઈ નવું નિવેદન આપ્યું નથી.
હરભજન સિંહે કહ્યું, 'ભારતીય ટીમે પાકિસ્તાન શા માટે જવું જોઈએ? પાકિસ્તાનમાં સુરક્ષાને લઈને ચિંતા છે. હરભજને ગુરુવારે કહ્યું, પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે ત્યાં લગભગ દરરોજ અપ્રિય ઘટનાઓ બનતી રહે છે.
મને નથી લાગતું કે ત્યાં જવું સલામત (ટીમ માટે) છે. BCCIનું સ્ટેન્ડ બિલકુલ સાચુ છે અને અમારા ખેલાડીઓની સુરક્ષાથી વધુ મહત્વનું કંઈ નથી. હું BCCIના સ્ટેન્ડનું સમર્થન કરું છું.
પાકિસ્તાને ખાતરી આપી છે કે, આ ટુર્નામેન્ટમાં ભારતની તમામ મેચ લાહોરમાં યોજાશે અને મેચ દરમિયાન ભારતીય ટીમ એક જ હોટલમાં રોકાશે. તેમણે એમ પણ કહ્યું છે કે, ટીમને એક શહેરમાં રાખવાથી મુલાકાતી ટીમ માટે વધુ અસરકારક અને સલામત વ્યવસ્થા કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તાજેતરમાં લાહોરના ગદ્દાફી ક્રિકેટ સ્ટેડિયમ નજીક એક 5-સ્ટાર હોટલના નિર્માણ માટે જમીન સંપાદન કરવાની જાહેરાત કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, PCB એક હોટલ બનાવવાની યોજના બનાવી રહ્યું છે અને આગામી વર્ષની શરૂઆતમાં તેને તૈયાર કરવાનું લક્ષ્ય ધરાવે છે. નવી હોટલથી ટીમોને દૂરના સ્થળોએ રોકાવાની જરૂરિયાત દૂર થવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, ટીમ પસાર થવા દરમિયાન સલામતીના કારણોસર રસ્તો બંધ કરવાની જરૂરિયાત પણ ઓછી થશે.
IANS Exclusive
— IANS (@ians_india) July 25, 2024
Delhi: On India going to Pakistan to participate in the Champions Trophy, former cricketer and Rajya Sabha MP Harbhajan Singh says, "Why should the Indian team go to Pakistan? The security issue there is significant. The situation in Pakistan is such that… pic.twitter.com/29qeXMuiEW
ભારતીય ક્રિકેટ ટીમે ગયા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી, જેના પરિણામે મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. પાકિસ્તાન અને ભારતે 2012થી કોઈપણ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી, ભારત સરકારે બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેચોને ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) અથવા ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) ઇવેન્ટ્સ સુધી મર્યાદિત કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp