જો વરસાદને કારણે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ રદ્દ થાય તો વિજેતા કેમ નક્કી થશે?

PC: hindi.sportzwiki.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ મેચ રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે, જ્યારે આ મેચનો ટોસ અડધો કલાક પહેલા થશે. આ 'ગ્રાન્ડ મેચ' પહેલા ચાહકોના મનમાં એક સવાલ છે કે જો ફાઈનલ મેચમાં વરસાદ પડશે તો શું થશે? તો તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદને કારણે 19મી નવેમ્બરે મેચ પૂરી ન થઈ શકે તો મેચ 20મી નવેમ્બરે પૂર્ણ થશે. પરંતુ, જો 20 નવેમ્બરે પણ વરસાદનો વિક્ષેપ ચાલુ રહેશે, તો વિજેતા કેવી રીતે નક્કી થશે?

અહીં તમને જણાવી દઈએ કે, જો વરસાદના કારણે રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ નહીં થાય તો મેચ રદ્દ કરવામાં આવશે અને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. હા, વર્લ્ડ કપના ઈતિહાસમાં હજુ સુધી આવી ઘટના બની નથી, પરંતુ 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે ચોક્કસપણે બન્યું હતું જ્યારે ભારત અને શ્રીલંકા બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવી હતી.

19મી નવેમ્બર એટલે કે, રવિવારના રોજ અમદાવાદનું હવામાન એકદમ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે જ્યારે રાત્રિ સુધીમાં તાપમાન ઘટીને 15-16 ડિગ્રી થઈ જશે. રવિવારે વરસાદની લગભગ કોઈ જ શક્યતા નથી, તેથી રિઝર્વ ડે પર મેચ થવાની પણ કોઈ શક્યતા નથી. મતલબ કે ચાહકોને ચેમ્પિયન ટીમની 19મીએ જ ખબર પડી જશે.

ભારતે તેના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયાને હરાવીને કરી હતી, હવે તે આ જ ટીમ સામે ફાઈનલ રમીને તેનો અંત કરશે. વર્લ્ડ કપ 2023માં ભારત અત્યાર સુધી અજેય રહ્યું છે અને કોઈ ટીમ તેને હરાવી શકી નથી. ભારતે લીગ તબક્કામાં તમામ 9 મેચ જીતી હતી અને ત્યાર પછી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતની નજર વર્લ્ડ કપમાં સતત 11મી મેચ જીતવા પર હશે.

જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, આ ટૂર્નામેન્ટમાં તેમની શરૂઆત સારી રહી ન હતી. ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકાથી પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી પેટ કમિન્સની ટીમે જોરદાર વાપસી કરી અને સતત 8 મેચ જીતી હતી. સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને કાંગારુઓ અહીં સુધી પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp