ગુજરાતને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી થયો બહાર

PC: BCCi

પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ (GT)ને હારનો સામનો કરવો પડ્યો હતો. શિખર ધવનની આગેવાનીવાળી પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવી દીધી. તો હવે ગુજરાત ટાઈટન્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સનો મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મિલર લગભગ 2 અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે. આ સમયે ડેવિડ મિલર ઇજાથી ઝઝૂમી રહ્યો છે. ડેવિડ મિલરનું બહાર થવું શુભમન ગિલની કેપ્ટન્સીવાળી ગુજરાત ટાઈટન્સ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

આ અગાઉ પંજાબ કિંગ્સ વિરુદ્ધ ડેવિડ મિલર ગુજરાત ટાઈટન્સની પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નહોતો, પરંતુ એમ માનવામાં આવી રહ્યું હતું કે તે આગામી મેચમાં ફિટ થઈ જશે, પરંતુ હવે ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટ અને ફેન્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ ડેવિડ મિલરની જગ્યાએ ગુજરાત ટાઈટન્સે કેન વિલિયમ્સનને પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બનાવ્યો હતો. કેન વિલિયમ્સને 22 બૉલમાં 26 રનોનું યોગદાન આપ્યું હતું. કેન વિલિયમ્સને મિડ ઇનિંગમાં જણાવ્યું કે, ડેવિડ મિલર ઇજાથી ઝઝૂમી રહ્યો છે, તે લગભગ 2 અઠવાડિયા સુધી મેદાન પર નજરે નહીં પડે.

પંજાબ કિંગ્સ વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ ગુજરાત ટાઈટન્સને 3 વિકેટથી હારનો સમયનો કરવો પડ્યો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સે સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રનનો સ્કોર બનાવ્યો હતો. ગુજરાત ટાઈટન્સ માટે કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 48 બૉલમાં 89 રન બનાવ્યા. તો તેના જવાબમાં પંજાબ કિંગ્સે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું. પંજાબ કિંગ્સ માટે શશાંક સિંહે સૌથી વધુ 29 બૉલમાં 61 રન બનાવ્યા, જ્યારે આશુતોષ શર્માએ 17 બૉલમાં 31 રનોનું યોગદાન આપ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp