શું ઈશાનની જગ્યાએ જીતેશ શર્માની થશે એન્ટ્રી? આ હોઈ શકે ભારતની સંભવિત પ્લેઈંગ XI

PC: cricketaddictor.com

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની છેલ્લી T20 1 ફેબ્રુઆરી, 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ T20માં ન્યૂઝીલેન્ડે જીત મેળવી હતી અને લખનઉમાં રમાયેલી બીજી મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. આવી સ્થિતિમાં બંને આ મેચમાં જીત મેળવવાનો પ્રયાસ કરશે, જેથી તેઓ શ્રેણી પણ જીતી શકે. ભારતે નવેમ્બર 2021થી ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે T-20 સિરીઝ જીતી નથી.

સીરીઝની છેલ્લી T20 મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર કરી શકે છે. ઈશાન કિશને અત્યાર સુધીમાં 26 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેમાંથી તેણે 26.08ની એવરેજથી 652 રન બનાવ્યા છે. જો કે, જૂન 2022થી, તે આ ફોર્મેટમાં અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો નથી. છેલ્લી 10 T20માં ઈશાને 13.1ની એવરેજથી માત્ર 131 રન જ બનાવ્યા છે.

આ સિરીઝમાં પણ ઈશાન કિશનનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઈશાને પ્રથમ T20માં 4 અને બીજીમાં 19 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં જીતેશ શર્માને ત્રીજી T20માં ઈશાન કિશનની જગ્યાએ આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરવાની તક મળી શકે છે. પોતાના જમાનાના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ જીતેશ શર્માના વખાણ કર્યા છે.

વીરેન્દ્ર સેહવાગે જીતેશ શર્માને ICC T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ક્રિકેટ ટીમમાં રિઝર્વ વિકેટકીપર-બેટ્સમેન તરીકે સામેલ કરવાની સલાહ આપી હતી. જીતેશ શર્માએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં પોતાની બેટિંગ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

રાહુલ ત્રિપાઠી પણ કંઈ ખાસ કરી શક્યો નથી. રાહુલે અત્યાર સુધી 2 મેચમાં 6.5ની એવરેજથી માત્ર 13 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં, ટીમ મેનેજમેન્ટ તેને પણ પડતો મૂકી શકે છે અને પૃથ્વી શોને પાછો રમાડી શકે છે.

આવી સ્થિતિમાં શુભમન ગિલ અને પૃથ્વી શૉ ઓપનિંગ કરી શકે છે, જ્યારે જીતેશ શર્મા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે. વસીમ જાફરે પણ પૃથ્વી શૉને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની હિમાયત કરી છે.

આ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ આ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે રહી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

ન્યુઝીલેન્ડ સંભવિત પ્લેઈંગ ઈલેવન: ફિન એલન, ડેવોન કોનવે (વિકેટકીપર), માર્ક ચેપમેન, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઈશ સોઢી, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp