મહેન્દ્ર સિંહ ધોની IPL 2024 રમશે કે નહીં રમે? પોતે જ અપડેટ જાહેર કર્યું

PC: facebook.com/MSDhoni/photos_of

આગામી IPL 2024માં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કેપ્ટન કુલ એમ. એસ. ધોની રમશે કે નહીં રમશે તે વાત સામે આવી છે. માહીએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પોતાની સર્જરી અને IPL2024 વિશે વાત કરી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં IPL 2023નો ખિતાબ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રેકોર્ડ પાંચમી વખત IPLનો ખિતાબ જીત્યો. પરંતુ શું મહેન્દ્ર સિંહ ધોની આગામી IPLમાં રમશે? જો કે, આ પ્રશ્ન રહે છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ જે સંકેતો આપ્યા છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે ધોની IPL 2024 રમશે. ધોનીએ પોતાની સર્જરી પર અપડેટ આપ્યું છે.

મહૈન્દ્ર સિંહ ધોનીએ પોતાના તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તાજેતરમાં મારી સર્જરી થઇ છે, જો બધું યોગ્ય અને ધારણા મુજબનું રહેશે તો તમે મને IPL 2024માં રમતા જોઇ શકો છો. પરંતુ જો ધારણા મુજબનું નહીં થશે તો તમે હું તમારા લોકો સાથે મેચ જોતો નજરે પડીશ.

જોકે, મહેન્દ્ર સિંહ ધોનીના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે તે IPL 2024માં રમી શકે છે. વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર લગભગ 42 વર્ષ છે. એવી અટકળો છે કે મહેન્દ્ર સિંહ ધોની IPL 2024માં રમી શકશે નહીં. જો કે કેપ્ટન કૂલ શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.

મહેન્દ્ર સિંહ ધોની IPL ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે. ધોનીના નેતૃતવમાં CSK 5 વખત ટાઇટલ જીત્યું છે. IPLમાં 5 વખત ટાઇટલ જીતનારો ધોની બીજો કેપ્ટન છે. આ પહેલાં આ ખિતાબ રોહિત શર્માના નામે રહી ચૂક્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે રોહિતની કેપ્ટનશીપ હેઠળ 5 વખત ટાઇટલ જીત્યા છે.

જેને લાખો ક્રિક્રેટ ચાહકો માહી તરીકે બોલાવે છે તેવા ધોની ભારતમાં બ્રાન્ડ હોવા છતા લો પ્રોફાઇલ અને સાદગી રીતે જીવવાનું પસંદ કરે છે. જ્યાં એકતરફ સોશિયલ મીડિયા પર કેટલાંક ખેલાડીઓ પ્રચારમાં મશગૂલ રહે છે તેવા સમયે ધોની આ બધી બાબતોથી દુર રહે છે.

ધોની માટે તો એવું પણ કહેવાય છે કે તેને મોબાઇલ પુરી રીતે વાપરતા પણ નથી આપતું. માહી પોતાની સફળતા માટે ક્યારેય વાત કરતો નથી.

ધોની એ દરેક વ્યકિત માટે પ્રેરણા છે જે તમામ સફળતા પછી પણ ડાઉન ટુ અર્થ એટલે કે જમીન સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. ધોનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકો મને એક સારા માણસ તરીકે ઓળખે ન કે એક સારો ક્રિક્રેટર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp