BCCI IPLમાં જૂનો નિયમ લાગૂ કરે તો CSK ધોનીને આટલા કરોડમાં કરી શકે છે રિટેન
મહેન્દ્ર સિંહ ધોની શું ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં અનકેપ્ડ ખેલાડીના રૂપમાં રમશે કે નહીં? એ એક મોટો સવાલ છે. IPL 2025ના ઓક્શન અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીની રિટેઇનિંગને લઈને બધાના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પોતાના સૌથી સફળ કેપ્ટનને રિટેન કરશે? થોડા દિવસ અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને IPL ફ્રેન્ચાઇઝી માલિકો વચ્ચે એક બેઠક થઈ હતી, જેમાં ઘણા મુદ્દાઓ પર વાત થઈ હતી.
આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે BCCIને આગ્રહ કર્યો હતો કે એ જૂના નિયમને ફરીથી લાગૂ કરવા હેઠળ જો કોઈ ખેલાડી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો હોય અને આ સમયગાળો 5 વર્ષ કે તેનાથી વધુ થઈ ચૂક્યો હોય તો તેને અનકેપ્ડ ખેલાડીના રૂપમાં ગણવામાં આવે, પરંતુ એ સમયે BCCI તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે IPL 2025માં એ નિયમને ફરીથી લાવી શકાય છે. જો એમ થાય છે તો મહેન્દ્ર સિંહ ધોની અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીઓમાં આવી જશે અને પછી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેને રિટેન કરવો સરળ થઈ જશે.
MS DHONI SET TO BE RETAINED AS AN UNCAPPED PLAYER...!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2024
- The BCCI likely to approve the rule which allows a player who retired 5 years ago from international cricket in the 'uncapped' players category. (News18). pic.twitter.com/a8lZEKXGau
BCCI જો 2025માં આ નિયમને લાગૂ કરે છે તો પછી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ધોનીને રિટેન કરવાનું સરળ થઈ જશે અને આ ફ્રેન્ચાઇઝી તેને 4 કરોડ રૂપિયામાં પોતાની સાથે યથાવત રાખી શકે છે. BCCIના એક અધિકારીએ કહ્યું કે, આ વાતની પૂરી સંભાવના છે કે BCCI પોતાના એ જૂના નિયમને લાગૂ કરી શકે છે. તેના પર ચર્ચા થઈ છે અને જ્યારે ખેલાડી રેગ્યૂલેશનની અનાઉન્સમેન્ટ કરવામાં આવશે ત્યારે આ નિયમ બાબતે પણ બતાવવામાં આવશે. તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીને 4 કરોડમાં રિટેન કરે છે તો પછી ટીમના પર્સમાં પણ વધારો થશે, કેમ કે IPL 2024 સુધી ધોનીને 11 કરોડ રૂપિયામાં રિટેન કરાયો હતો.
આમ મીટિંગ દરમિયાન સનારાઇઝર્સ હૈદરાબાદની માલકીન કાવ્યા મારને આ નિયમને લાગૂ કરવાને લઇને વિરોધ નોંધાવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્ય મારને કહ્યું હતું કે, જો એક રિટાયર થઇ ચૂકેલા ખેલાડીને અનકેપ્ડનો ટેગ આપીને ઓક્શનમાં લાવવવામાં આવે છે તો તેની મહાનતા સાથે ખેલવાડ કરવાનો હશે. કાવ્યા મુજબ જો કોઇ અનકેપ્ડ ખેલાડી ઓક્શનમાં આવીને રિટેન કરાયેલા અનકેપ્ડ ખેલાડીથી વધારે રકમ લઇ જાય છે તો તે મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજનું અપમાન કરવાનું હશે. તેનું સ્પષ્ટ શબ્દોમાં એમ કહેવું હતું કે ધોનીને ઓક્શનમાં ઉતારવો જોઇએ, જેથી ઓક્શનમાં તેને સાચી પ્રાઇઝ મળી શકે. ખેર હવે એ તો આગામી દિવસોમાં જ ખબર પડશે કે BCCI જૂના નિયમને લાગૂ કરે છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp