શું મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને વિદાય આપશે?

PC: twitter.com

મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL 2024 સમાપ્ત થઈ ગયું છે. આ ટીમ IPL 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. નવા કેપ્ટન તરીકે આવેલા હાર્દિક પંડ્યા માટે આ ટુર્નામેન્ટ ભૂલી જવાય તેવી હતી. બેટિંગ અને બોલિંગની સાથે તેની કેપ્ટન્સી પણ કંઈ ખાસ નહોતી અને હવે IPL 2025ની વાતો શરૂ થઈ ગઈ છે.

આગામી સિઝનમાં કોણ રહેશે અને કોણ જશે તે અંગે તમામ દિગ્ગજો પહેલેથી જ વાત કરવાનું શરૂ કરી દીધું છે. આવી વાતો કરનારાઓમાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પણ સામેલ છે. મીડિયા ચેનલ પર વાત કરતી વખતે, તેણે મુંબઈના સંભવિત રિટેનર્સ સાથે હાર્દિકની સિઝન વિશે પણ વાત કરી.

સેહવાગના મતે જો મુંબઈ શરૂઆતની મેચો જીતી ગયું હોત તો હાર્દિક માટે મુશ્કેલ ન હોત. તેમણે કહ્યું, 'જો તમે જીત્યા હોત તો લોકોએ હાર્દિકને સ્વીકાર્યો હોત. જો તમે પહેલી ચાર-પાંચ મેચ જીતી હોત તો કદાચ ચાહકો ખુશ થયા હોત. એવું કહેવાતે કે, કેપ્ટન બદલાઈ ગયો, ભલે આપણો ફેવરિટ કેપ્ટન રહ્યો નથી પણ હાર્દિક પંડ્યા પણ રોહિત શર્મા જેટલો જ સારો છે. આખરે મુંબઈના ચાહકો પણ ઈચ્છે છે કે તેમની ટીમ જીતે.

એ તો ઠીક છે કે તેનો ફેવરિટ ખેલાડી કેપ્ટન નથી, પણ ધીરે ધીરે તમે તેને સ્વીકારી લેશો. એમ કહેવાતે કે ચાલો સારું થઇ રહ્યું છે, અમારી ટીમ જીતી રહી છે. એમણે જે કુલ ચાર મેચ જીતી તે જો શરૂઆતમાં જીતી હોતે તો, આટલો મોટો હોબાળો ન થાતે.'

આ પછી સેહવાગને મુંબઈના સંભવિત રિટેનર્સ વિશે પૂછવામાં આવ્યું. ફિલ્મનું ઉદાહરણ આપતા સેહવાગે કહ્યું, 'મને એક વાત કહો કે, જો તમે શાહરૂખ, આમિર અને સલમાનને કોઈ ફિલ્મમાં સાઈન કરો છો તો તેનો અર્થ એ નથી કે ફિલ્મ ચોક્કસ હિટ થશે. પરફોર્મન્સ તો આપવું પડે છે, સ્ક્રિપ્ટ તો લખવી પડશે ને. આ જેટલા મોટા નામો છે, તેઓએ મેદાનમાં ઉતરીને રમવું પડશે.'

સેહવાગે સ્પષ્ટ કહ્યું કે, 'મુંબઈએ માત્ર બે જ ખેલાડીઓને રિટેન કરવા જોઈએ. અને તેણે આ બે નામમાં હાર્દિક અને રોહિતને રાખ્યા નથી. સેહવાગે કહ્યું, 'રોહિત શર્માએ એક સદી ફટકારી, તે હારી ગયો. બાકીની મેચોમાં તેનું શું પ્રદર્શન? ઈશાન કિશન, આખી સિઝન તેની થઇ ગઈ. મારા મતે, તે પાવર પ્લેથી આગળ વધ્યો નથી. આજની તારીખમાં ફક્ત બે જ નામ છે જે નિશ્ચિત છે, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ. તે પછી, જ્યારે ત્રીજા અને ચોથા વિકલ્પોનો વારો આવશે, ત્યારે આપણે જોઈ લઈશું.'

આ વાતચીત દરમિયાન મનોજ તિવારી પણ સેહવાગની સાથે હતો. અને તે પણ રોહિત અને હાર્દિકને બહાર કાઢવાની તરફેણમાં હોવાનું જણાયું હતું. હકીકતમાં, તિવારીએ પોતે શરૂઆતમાં કહ્યું હતું કે, હાર્દિકને જાળવી રાખવો જોઈએ નહીં. જ્યારે રોહિત પોતે પણ હવે અહીં રહેવાનું પસંદ નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp