શું રોહિત 2027નો વર્લ્ડ કપ રમશે? ગાયક શીરનને પોતાની ભવિષ્યની યોજનાઓ બતાવી

PC: cgwall.com

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ગૌરવ કપૂરના શો 'બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ'માં ખુલીને વાત કરી હતી. ત્યાં સુધી કે નિવૃત્તિ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. શો દરમિયાન, તેણે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ગાયક એડ શીરન સાથે તેની કારકિર્દી સાથે જોડાયેલી ખાસ વાતો શેર કરી.

ઇંગ્લિશ સિંગર એડ શીરને રોહિત સાથે તેના ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા પાસાઓ પર વાત કરી. શીરને રોહિતને પૂછ્યું કે, જ્યારે તું નિવૃત્ત થશે... પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ રોહિતે કહ્યું, કોચિંગ...? પછી રોહિતે કહ્યું, અત્યાર સુધી તેણે પોસ્ટ રિટાયરમેન્ટ વિશે વધારે વિચાર્યું નથી, ચાલો જોઈએ કે જિંદગી તેને ક્યાં લઈ જશે.

37 વર્ષનો થવા જઈ રહેલા રોહિતે કહ્યું, 'આ સમયે હું સારું રમી રહ્યો છું. હું હજુ થોડા વધુ વર્ષ રમીશ. આ પછી મને કંઈ ખબર નથી. આ પછી તરત જ એડ શીરને રોહિત પર બીજો સવાલ કર્યો.

શિરીને પૂછ્યું, જ્યાં સુધી ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ નહીં જીતે ત્યાં સુધી શું (ODI વર્લ્ડ કપ તરફ ઈશારો કરે છે)? આ પછી રોહિતે તરત જ કહ્યું કે, તે ચોક્કસપણે આ (વર્લ્ડ કપ) જીતવા માંગે છે.

જ્યારે, શોના હોસ્ટ ગૌરવ કપૂરે કહ્યું કે, ભારત પાસે આ વર્ષે વધુ એક વર્લ્ડ કપ (T20 વર્લ્ડ કપ 2024) જીતવાની તક છે. આ અંગે રોહિતે કહ્યું, 'અમારી નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 પર પણ છે, તેની ફાઈનલ લોર્ડ્સમાં યોજાવાની છે. અમને પૂરી આશા છે કે, અમે ફાઇનલમાં પહોંચીશું અને જીતીશું.' જો કે, ભારત WTC (2021 અને 2023)ની બંને ફાઇનલમાં પહોંચી ગયું હતું. 2021માં, તે ન્યુઝીલેન્ડ સામે હારી ગયું, જ્યારે 2023માં તે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું.

વર્લ્ડ કપ-2023માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન રોહિતે 597 રન બનાવ્યા હતા. તેની એવરેજ 54.27 હતી. જ્યારે ટૂર્નામેન્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 131 રન હતો.

કેપ્ટન રોહિતનો સ્ટ્રાઈક રેટ 125.94 હતો. તેણે આખા વર્લ્ડ કપમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. જોકે, આ હાર પછી ટીમ ઈન્ડિયાનો ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનો સિલસિલો લાંબા સમયથી ચાલુ જ રહ્યો હતો. રોહિત હાલમાં IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી રમી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp