શું ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે? BCCI ઉપાધ્યક્ષે કહ્યું...

PC: BCCI

ભારતીય ક્રિકેટરો હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં વ્યસ્ત છે. આ પછી, ભારતીય ટીમે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024 રમવાનું છે. પરંતુ આ દરમિયાન, આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ સમાચારમાં છવાયેલી છે.

આ ટૂર્નામેન્ટને લઈને સૌથી મોટો મુદ્દો એ છે કે, શું ભારતીય ટીમ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં? આ અંગે ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.

પરંતુ હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે કે નહીં તેનો નિર્ણય માત્ર ભારત સરકાર લેશે. આપણે બધાએ તેમનો નિર્ણય સ્વીકારવો પડશે.

રાજીવ શુક્લાએ કહ્યું, 'ચેમ્પિયન ટ્રોફીના મામલે ભારત સરકાર અમને જે પણ કરવા કહેશે, તે કરવામાં આવશે. જ્યારે ભારત સરકાર પરવાનગી આપે ત્યારે જ અમે અમારી ટીમ મોકલીએ છીએ. તે બાબતમાં અમે ભારત સરકારના નિર્ણયને અનુસરીશું.'

આ વર્ષે ફેબ્રુઆરીમાં જય શાહે પણ આ મામલે નિવેદન આપ્યું હતું. ત્યારપછી રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ક્રિકેટ સ્ટેડિયમનું નામ ભૂતપૂર્વ પ્રથમ વર્ગના ખેલાડી અને વરિષ્ઠ સંચાલક નિરંજન શાહના નામ પર રાખવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જય શાહે કહ્યું હતું કે, 'હું તે કેવી રીતે નક્કી કરી શકું? ICC નક્કી કરશે. સરકાર જે પણ નિર્ણય લેશે તે મુજબ જ થશે.' જય શાહે કહ્યું કે ટુર્નામેન્ટમાં હજુ એક વર્ષ બાકી છે અને આ એક વર્ષમાં પરિસ્થિતિ કેટલી બદલાશે તે ખબર નથી.

અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એશિયા કપ દરમિયાન BCCI પ્રમુખ રોજર બિન્ની અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પાકિસ્તાન ગયા હતા. ICC ODI વર્લ્ડ કપ રમવા માટે પાકિસ્તાનની ટીમ પણ ભારત આવી હતી. હાલમાં જ ભારતીય ડેવિસ ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. ભારતીય ટેનિસ ટીમને પાકિસ્તાનના પ્રવાસે જવાની લીલી ઝંડી મળી ગઈ હતી, ત્યાર પછીથી ટીમ ઈન્ડિયા પણ સરહદ પાર જશે તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી.

ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારપછી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ પર એશિયા કપ રમી હતી. ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તે શ્રીલંકાના હાથે 100 રનથી હારી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp