રોહિતના ઠપકાથી સ્ટાર બેટ્સમેને આરામ રદ કરી મેચ રમવાનું ચાલુ કર્યું, બીજો પણ આવશે

PC: abplive.com

રોહિત શર્માની ચેતવણી 24 કલાકમાં જ ફળીભૂત થઈ ગઈ છે. ભારતીય કેપ્ટને સોમવારે કહ્યું કે, જે ખેલાડીઓમાં રમવાની ભૂખ નથી તેમને ટીમમાં પસંદ કરવામાં આવશે નહીં. રોહિત શર્માના નિવેદનના એક જ દિવસમાં સમાચાર આવ્યા કે, શ્રેયસ અય્યર રણજી ટ્રોફીની સેમીફાઈનલ મેચ રમી શકે છે. શ્રેયસ અય્યર અંગત કારણોસર રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં રમ્યો ન હતો. ઇશાન કિશન મંગળવારે જ DY પાટિલ T20 ટૂર્નામેન્ટમાં પણ રમતા જોવા મળ્યો હતો.

મુંબઈની ટીમ 2 માર્ચે તમિલનાડુ સામે સેમીફાઈનલ મેચ રમશે, જેના માટે શ્રેયસને 16 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ તમિલનાડુ માટે સેમીફાઈનલ રમશે.

ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત પછી રોહિત શર્માએ કહ્યું હતું કે, 'એવા ખેલાડીઓની હંમેશા જરૂર રહે છે, જે ટીમના હિતનું ધ્યાન રાખે. વ્યક્તિગત પ્રાથમિકતા કરતાં ટીમને પ્રાથમિકતા આપો. આ ટીમમાં એવા ખેલાડીઓ છે, જેમને રમવાની ભૂખ છે. અને જે ખેલાડીઓને આવી ભૂખ નથી તેમને તક નહીં મળે. તેનાથી તે જાણી શકાય છે કે, કયા ખેલાડીને રમવાની ભૂખ છે અને કયા ખેલાડીને નથી.'

રોહિત શર્માના આ નિવેદનને શ્રેયસ અય્યર અને ઈશાન કિશન સાથે જોડવામાં આવી રહ્યું હતું. ઈશાન કિશન અને અય્યર બંને અંગત કારણોસર રણજી ટ્રોફી મેચમાં રમ્યા ન હતા. પરંતુ ભારતીય કેપ્ટનની ચેતવણીના 24 કલાકમાં જ ઈશાન કિશન મેદાન પર આવી ગયો હતો. ઇશાન કિશન, જે લગભગ બે મહિનાથી મેદાનથી દૂર હતો, તેણે ભારતીય રિઝર્વ બેંક વતી DY પાટિલ T20 ટૂર્નામેન્ટમાં પ્રવેશ કર્યો.

બીજી તરફ શ્રેયસ અય્યર રણજી ટ્રોફીની આગામી મેચમાં ભાગ લઈ શકે છે. શ્રેયસ અય્યર સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ તરફથી રમે છે. મુંબઈએ રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. મુંબઈની ટીમ 2 માર્ચથી વિદર્ભ સામે ટકરાશે.

ઈંગ્લેન્ડ સામે બેટથી નિષ્ફળ ગયેલા શ્રેયસ અય્યરને બીજી ટેસ્ટ પછી બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેણે કમરના દુખાવાના બહાને મુંબઈ માટે ક્વાર્ટર ફાઈનલ મેચ રમવાનો ઈન્કાર કરી દીધો હતો. નેશનલ ક્રિકેટ એકેડમીએ કહ્યું હતું કે, તેમને શ્રેયસની ઈજા વિશે કોઈ માહિતી નથી અને શ્રેયસ ફિટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp