આ 3 કામથી દક્ષિણ આફ્રિકામાં સૂર્યાની દાદાગીરી ચાલશે

PC: timesnownews.com

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 10મી ડિસેમ્બરે ડરબનમાં રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે ખૂબ જ રોમાંચક સ્પર્ધા જોવા મળી શકે છે.

સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે T20 શ્રેણીમાં 4-1થી હરાવ્યા પછી દક્ષિણ આફ્રિકા આવી રહી છે. જો કે, હવે તેમનો સામનો ખુંખાર દક્ષિણ આફ્રિકા સામે તેમના જ ઘર આંગણે છે. 3 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાશે. આવી સ્થિતિમાં, અમે તે 3 વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને કરીને ભારત પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને ખુંખાર થતી રોકી શકે છે. ચાલો તેમના પર એક નજર કરીએ.

સારી ફિલ્ડિંગ: 'Catches Win Maches', એટલે કે 'કેચ પકડો અને મેચ જીતો' એ કહેવતથી દરેક વ્યક્તિ વાકેફ છે. મેચ દરમિયાન સારી ફિલ્ડીંગ ખૂબ જ જરૂરી છે. જો તમારે મેચ જીતવી હોય તો સારી ફિલ્ડિંગ કરવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં જો સૂર્યાની સેનાને પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને હરાવવું હોય તો તેણે સારી ફિલ્ડિંગ કરવી જ પડશે.

ઝડપી પીચ પર કાળજીપૂર્વક બેટિંગ કરો : ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ખૂબ જ ઝડપી રમે છે. એટલું જ નહીં પરંતુ તે વિશ્વની સૌથી ઝડપી પિચોમાંથી એક છે. અહીં પેસરોને (ઝડપી બોલરો)ને  ઘણી મદદ મળે છે અને સારો ઉછાળ પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં ભારતીય બેટ્સમેનોએ આ ઝડપી પીચ પર સાવચેતીપૂર્વક બેટિંગ કરવી પડશે. એકવાર તે પીચ પર સ્થિર થઈ જાય પછી તે મોટો સ્કોર પણ કરી શકે છે, કારણ કે ડરબનમાં ઉચ્ચ સ્કોરિંગ મેચો સતત જોવા મળે છે.

ઝડપી બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ : ડરબનની પીચ ઝડપી બોલરો (પેસરો) માટે ખૂબ જ મદદરૂપ છે. અહીં ઝડપી બોલરોનો ડર બોલે છે. આવી સ્થિતિમાં, જો સૂર્યકુમાર યાદવ તેની પ્રથમ T20 મેચ જીતવા માંગે છે, તો તેણે તેના ઝડપી બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર જેવા ઝડપી બોલર આ પીચ પર હાહાકાર મચાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp