મહિલા તરીકે જીતી ઓલિમ્પિક ગોલ્ડ,બોક્સર નીકળી પુરુષ!ઈમાન ખલીફના રિપોર્ટમાં ખુલાસો
પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનારી અલ્જેરિયાની મહિલા બોક્સર વિવાદમાં છે. ટૂર્નામેન્ટ દરમિયાન ઈમાન ખલીફના જેન્ડરને લઈને ઘણો વિવાદ થયો હતો. હવે તેના વિશે ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તેની અંદર ઘણા પુરુષ અંગો છે.
પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફને લઈને મોટો વિવાદ થયો હતો. એક પુરૂષ તરીકે મહિલાઓની સ્પર્ધાઓમાં તેના ભાગ લેવા સામે ઘણો વિરોધ હતો, પરંતુ તેમ છતાં ઓલિમ્પિક સમિતિએ બોક્સરને રમવાની તક આપી. ઈમાને તેના વજન વર્ગમાં અલ્જીરિયા માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તે મહિલા નથી પરંતુ હકીકતમાં એક પુરુષ છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર અલ્જેરિયાની બોક્સર ફરી વિવાદમાં આવી ગઈ છે. ઓલિમ્પિક દરમિયાન ઈમાનના જેન્ડરને લઈને ઘણો વિવાદ થયો હતો. હવે અલ્જેરિયાની બોક્સર વિશે ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તેના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ઈમાનની અંદર પુરુષ જેવા ઘણા અંગો છે.
રિપોર્ટ અનુસાર, ઈમાન ખલીફમાં આંતરિક અંડકોષ અને XY ક્રોમોઝોમ છે, જે પુરુષોમાં જોવા મળે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેની અંદર રહેલી આ વસ્તુઓ 5-આલ્ફા રિડક્ટેઝ અપૂર્ણતા નામના ડિસઓર્ડર તરફ નિર્દેશ કરે છે. પેરિસ ઓલિમ્પિક દરમિયાન પણ, તેની સામે લડતી ઘણી મહિલા બોક્સરોએ ઈમાન ખલીફ પુરુષ હોવા તરફનો ઈશારો કર્યો હતો.
અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફના કેસમાં ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે. એક ફ્રેન્ચ પત્રકારે કથિત રીતે તબીબી અહેવાલ મેળવ્યો છે, જેની અંદર ખુલાસો થયો છે કે, ખલીફને 'આંતરિક અંડકોષ' છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે થોડા મહિના પહેલા જ ખલીફે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ અહેવાલ જૂન 2023માં પેરિસ, ફ્રાન્સની ક્રેમલિન-બિસેત્રા હોસ્પિટલ અને અલ્જીયર્સ, અલ્જેરિયામાં મોહમ્મદ લેમિન દેબાગીન હોસ્પિટલના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો હતો. નિષ્ણાત એન્ડોક્રિનોલોજિસ્ટ્સ સુમૈયા ફેડાલા અને જેક્સ યંગ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, ખલીફ 5-આલ્ફા રિડક્ટેઝની ઉણપથી પ્રભાવિત છે, જે જાતીય વિકાસની વિકૃતિ છે અને તે માત્ર જૈવિક પુરુષોમાં જોવા મળે છે.
હવે જો આ મેડિકલ રિપોર્ટ સાચા હોય તો મામલો ગંભીર છે. આવી સ્થિતિમાં ઈમાન ખલીફ સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રસપ્રદ રહેશે. આ પહેલીવાર નથી કે જ્યારે ઈમાન ખલીફના જેન્ડરને લઈને સવાલો ઉભા થયા હોય. પેરિસ ઓલિમ્પિકથી આવું થઈ રહ્યું છે. આ પહેલા ગયા વર્ષે જ્યારે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, ત્યારે તેને ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.
હાલમાં, જેન્ડર પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નને લઈને ઈમાન ખલીફ તરફથી કોઈ નવું નિવેદન આવ્યું નથી. પરંતુ અગાઉ તેણે પોતાને અન્ય મહિલાની જેમ ગણાવ્યો હતો. જ્યારે મેડિકલ રિપોર્ટ જે બહાર આવ્યો છે, તે તેના નિવેદનથી બિલકુલ વિપરીત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp