મિસ્બાહની ભવિષ્યવાણીઃ આ બે ટીમે રમશે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ

PC: Cricketnmore.com

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન મિસ્બાહ ઉલ હકે વર્લ્ડ કપ 2023ની ફાઈનલને લઇ ભવિષ્યવાણી કરી છે. મિસ્બાહે એ બે ટીમોની જાહેરાત કરી છે જે આ વખતે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ રમશે. A સ્પોર્ટ્સની સાથે વાત કરતા મિસ્બાહે એ બે ટીમોનું નામ લીધું. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન મિસ્બાહનું માનવું છે કે, આ વખતે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાશે. જણાવીએ કે બંને ટીમો આ વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે. ભારત જ્યાં હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી, તો સાઉથ આફ્રિકાની ટીમ આ વર્લ્ડ કપમાં માત્ર બે મેચ હારી છે.

મિસ્બાહ ઉપરાંત પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે પણ ફાઇનલને લઇ ભવિષ્યવાણી કરી છે. મલિક અનુસાર, વર્લ્ડ કપ 2023ની ફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે થઇ શકે છે. જણાવીએ કે, વર્લ્ડ કપ સેમીફાઇનલ મેચની શરૂઆત 15 નવેમ્બરથી થશે. પહેલી સેમીફાઇનલ મુંબઈમાં રમાશે. તો બીજી સેમીફાઇનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે. ત્યાર પછી વર્લ્ડ કપ ફાઇનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં તેમની છેલ્લી લીગ મેચ 12 નવેમ્બરના રોજ નેધરલેન્ડ્સ સામે રમશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છેલ્લી મેચ પણ જીતીને ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અજેય બની રહેશે. અત્યાર સુધી ભારત એકપણ મેચ હાર્યું નથી. આ વખતના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે જે અંદાજે પ્રદર્શન કર્યું છે, તેણે વિશ્વ ક્રિકેટને હેરાનીમાં મૂકી દીધું છે. ભારતે દરેક ડિપાર્ટમેન્ટમાં 100 ટકા પ્રદર્શન આપ્યું છે. તે પછી બેટિંગ હોય કે બોલિંગ કે પછી ફીલ્ડિંગ. ભારતે આ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં અન્ય ટીમો કરતા સારું પ્રદર્શન કર્યું છે. એજ કારણ છે કે એકથી ચઢિયાતી ટીમે સામે ભારતને એકતરફી જીત હાંસલ કરી છે.

હવે ભારતે સેમીફાઈનલ અને ફાઇનલ મેચ જીતીને ઈતિહાસ રચવાનો છે. 2011માં ભારતે છેલ્લી વાર વિશ્વ કપનો ખિતાબ જીત્યો હતો. હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ઈતિહાસને ફરી રચી શકે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp