શું હવે થઈ શકે છે ભારત-પાકિસ્તાનની સેમીફાઇનલ? આ છે વર્લ્ડ કપના ફ્રેશ સમીકરણ

PC: wisden.com

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સેમીફાઇનલની રેસ ખૂબ રસપ્રદ થઈ ચૂકી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. તો બાંગ્લાદેશ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ ટોપ-4ની રેસથી પૂરી રીતે બહાર થઈ ચૂકી છે. બાકીની 6 ટીમો ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, નેધરલેન્ડ્સ અને અફઘાનિસ્તાન વચ્ચે બે સ્પોટ માટે મેચ છે. ફેન્સ વચ્ચે સવાલ એ ઊભો થયો છે કે, શું ભારત-પાકિસ્તાન વચ્ચે સેમીફાઇનલ મેચ થઈ શકે છે.

પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવી દીધી, ત્યારબાદ આ સવાલને વેગ મળ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સેમીફાઇનલ મેચ ત્યારે જ થઈ શકે છે જ્યારે ભારત પહેલા અને પાકિસ્તાન ચોથા નંબર પર રહે. જો ભારત દક્ષિણ આફ્રિકાને હરાવી દે છે ટોપ પર બન્યા રહેવાનું સુનિશ્ચિત થઈ જશે. તો પાકિસ્તાન સેમીફાઇનલ માટે ક્વાલિફાઈ ચોથા નંબર પર રહીને જ કરી શકે છે. બાબરની કેપ્ટન્સીવાળી પાકિસ્તાની ટીમને સેમીફાઇનલની આશા જીવિત રાખવા માટે સૌથી પહેલા ઇંગ્લિશ ટીમને હરાવવી પડશે.

સાછે જ એવી આશા રાખવી પડશે કે ન્યૂઝીલેન્ડને શ્રીલંકા સામે હાર મળે કે એ મેચ ધોવાઈ જાય. તેની સાથે જ અફઘાનિસ્તાન પોતાની બાકી બચેલી 2 મેચ હારે. ત્યારે જ પાકિસ્તાન 10 પોઇન્ટ્સ સાથે ક્વાલિફાઈ કરી શકે છે. પાકિસ્તાનની રનરેટ અત્યારે ન્યૂઝીલેન્ડથી ખરાબ છે. જો ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને મોટા અંતરથી હરાવી દીધી તો પાકિસ્તાનની મુશ્કેલી વધી જશે. ઉદાહરણ તરીકે જો ન્યૂઝીલેન્ડને શ્રીલંકા વિરુદ્ધ 50 રનોથી જીત મળે છે તો પાકિસ્તાને 180 રનથી ઇંગ્લેન્ડને હરાવવું પડશે. તો જ ન્યૂઝીલેન્ડથી તે રનરેટમાં આગળ નીકળી શકે. સમીકરણો ફિટ બેસવા પર ભારત-પાકિસ્તાન વચ્ચે જો સેમીફાઇનલ મેચ નક્કી થાય છે તો કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં 16 નવેમ્બરે રમાશે.

બાકી ટીમોના સમીકરણ પર એક નજર:

5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયાએ સરળતાથી સેમીફાઇનલમાં પહોંચવા માટે બેમાંથી એક મેચ જીતવી પડશે. જો ઓસ્ટ્રેલિયન ટીમ બંને ગેમ હારી જાય છે તો મામલો રનરેટ પર ફસાઈ શકે છે.

બે વખતની ઉપવિજેતા ન્યૂઝીલેન્ડે ટોપ-4માં જગ્યા બનાવવા માટે શ્રીલંકન ટીમને સારા અંતરથી હરાવવી પડશે. જો ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે મેચ હારે છે તો પાકિસ્તાન, અફઘાનિસ્તાનના દરવાજા ખૂલી જશે.

4 મેચ જીતી ચૂકેલી અફઘાનિસ્તાન પાસે સેમીફાઇનલમાં પહોંચવાનો અવસર છે. અફઘાનિસ્તાનની ટીમ  ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને હરાવી દે તો તે સેમીફાઇનલમાં પહોંચી જશે. અફઘાનિસ્તાન 10 પોઇન્ટ્સ સાથે ક્વાલિફાય કરી શકે છે, પરંતુ ત્યારે મામલો નેટ રનરેટ પર અટકશે.

ભારત સામે નિરાશાજનક હાર છતા શ્રીલંકન ટીમ ગાણિતિક રૂપે ટોપ-4માં જગ્યા બનાવી શકે છે. શ્રીલંકાએ સૌથી પહેલા બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ જીતવી પડશે. તો એ આશા રાખવી પડશે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નેધરલેન્ડ્સના પરિણામ પણ તેના ફેવરમાં હોય.

શ્રીલંકાની જેમ નેધરલેન્ડ્સ પણ ગાણિતિક રૂપે અત્યારે સેમી ફાઇનલમાં પહોંચી શકે છે. નેધરલેન્ડ્સ પોતાની બાકી બે મેચ જીતીને 8 પોઇન્ટ્સ સુધી પહોંચશે. પછી તેણે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની મેચો પર નજર રાખવી પડશે.

વર્લ્ડ કપમાં બાકી મેચોનું શેડ્યૂલ:

6 નવેમ્બર: બાંગ્લાદેશ વર્સિસ શ્રીલંકા, દિલ્હી, બપોરે 2:00 વાગ્યાથી

7 નવેમ્બર ઓસ્ટ્રેલિયા વર્સિસ અફઘાનિસ્તાન, મુંબઈ, બપોરે 2:00 વાગ્યાથી

8 નવેમ્બર ઈંગ્લેન્ડ વર્સિસ નેધરલેન્ડ્સ, પૂણે, બપોરે 2:00 વાગ્યાથી

9 નવેમ્બર: ન્યૂઝીલેન્ડ વર્સિસ શ્રીલંકા, બેંગ્લોર, બપોરે 2:00 વાગ્યાથી

10 નવેમ્બર દક્ષિણ આફ્રિકા વર્સિસ અફઘાનિસ્તાન, અમદાવાદ, બપોરે 2:00 વાગ્યાથી

11 નવેમ્બર ઈંગ્લેન્ડ વર્સિસ પાકિસ્તાન, કોલકાતા, સવારે 10:30 વાગ્યાથી.

11 નવેમ્બર ઓસ્ટ્રેલિયા વર્સિસ બાંગ્લાદેશ, પૂણે, બપોરે 2:00 વાગ્યાથી

12 નવેમ્બર: ભારત વર્સિસ નેધરલેન્ડ્સ, બેંગ્લોર, બપોરે 2:00 વાગ્યાથી

15 નવેમ્બર: પહેલી સેમીફાઇનલ, બપોરે 2:00 વાગ્યાથી

16 નવેમ્બર: બીજી સેમીફાઇનલ, બપોરે 2:00 વાગ્યાથી

19 નવેમ્બર: ફાઇનલ, અમદાવાદ, બપોરે 2:00 વાગ્યાથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp