વર્લ્ડ કપ 2023: નેધરલેન્ડ સામેની ચાલુ મેચમાં પાકિસ્તાનના આ ખેલાડીએ નમાઝ અદા કરી

PC: crictracker.com

પાકિસ્તાનના એક ખેલાડીએ ચાલુ મેચ દરમિયાન મેદાન પર એવું કઇંક કર્યુ જે જોઇને બધા ચોંકી ઉઠ્યા હતા.

ભારતમાં આયોજિત ICC મેન્સ વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્રિક્રેટ ટીમે પોતાની શરૂઆત શાનદાર રીતે કરી છે.પાકિસ્તાને શુક્રવારે હૈદ્રાબાદમાં રમાયેલી નેધરલેન્ડ સામેની મેચ જીતી લીધી છે.નેધરલેન્ડસની ટીમે ટકકર તો આપી હતી, પરંતુ બાબર આઝમના કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાની ટીમ મેચ જીતવમાં સફળ રહી હતી.પાકિસ્તાન માટે આ મેચમાં વિકેટ કિપર અને બેસ્ટમેન મોહમ્મદ રિઝવાનું બેટ બોલ્યું હતું. રિઝવાને આ મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. પરંતુ મોહમ્મદ રિઝવાન પોતાના બેટીંગ માટે નહીં, પરુંત અન્ય બાબત માટે ચર્ચામાં આવ્યો છે.નેધરલેન્ડ સામેની ચાલુ મેચમાં રિઝવાને મેદાન પર એવું કઇંક કર્યું જેને કારણે બધા જોતા જ રહી ગયા હતા.

પાકિસ્તાન ક્રિક્રેટ ટીમે શુક્રવારે રમાયેલી નેધરલેન્ડ સામેની મેચમાં પહેલા બેટીંગ કરીને 286 રન બનાવ્યા હતા જેમાં રિઝવાનની 75 બોલમાં 8 ચોગ્ગા સાથેની 68 રનની ઇનિંગ મહત્ત્વની રહી હતી. ઉપરાંત શૌદ શકીલે પણ 68 રન બનાવ્યા હતા. એની સામે નેધરલેન્ડની ટીમ 205 રનમાં આઉટ થઇ ગઇ હતી.

પાકિસ્તાન-નેધરલેન્ડસ વચ્ચેની મેચ દરમિયાન જ્યારે ડ્રિન્ક બ્રેક હતો ત્યારે પાકિસ્તાનના બધા ખેલાડીઓ પાણી પી રહ્યા હતા, પરંતુ રિઝવાને વિકેટ કિપીંગના પેડ અને શૂઝ ઉતારીને મેદાન પર જ નમાઝ અદા કરવા માંડી હતી.

રિઝવાનનો નમાઝ અદા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે રિઝવાને મેદાન પર નમાઝ અદા કરી હોય તેવું પહેલીવાર બન્યું નથી. વર્ષ 2021માં T-20 વર્લ્ડકપમાં ભારત સામેની મેચ વખતે પણ રિઝવાને મેદાન પર નમાઝ અદા કરી હતી. તે પણ રિઝવાનની ખાસ્સી ચર્ચા થઇ હતી.

આ મેચમાં નેધરલેન્ડસના કેપ્ટન સ્કોટ એડવર્ડસે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. નેધરલેન્ડે શરૂઆતમાં તરખાટ મચાવી દીધો હતો અને પાકિસ્તાનના ધૂંરંધર ખેલાડીઓને પેવેલિયન ભેગા કરી દીધા હતા. પાકિસ્તાનની 38 રન પર 3 વિકેટ પડી ગઇ હતી. કેપ્ટન બાબર આઝમ પણ ક્રિઝ પર ખાસ્સુ ટકી શક્યો નહોતો. એ પછી મોહમમ્દ રિઝવાને જવાબદારી સંભાળી અને શકીલ સાથે મળીને 120 રનની ભાગીદારી કરી. આ સન્માનીય સ્કોરને કારણે પાકિસ્તાનની ટીમમાં ફરી આત્મવિશ્વાસ ઉભો થયો હતો અને નેધરલેન્ડસને 205 રનમાં આઉટ કરી દીધું હતું.

ક્રિક્રેટના ચાહકો હવે 14 ઓકટોબરે ભારત અને પાકિસ્તાન સામે રમાનારી મેચની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp