વર્લ્ડ કપ ફાઈનલ: નરેન્દ્ર મોદી સ્ટેડીયમની પીચની માટી ગણદેવી BJP નેતાના ખેતરની છે

PC: twitter.com

ICC મેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ લાલ માટીની પીચ પર રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આ પીચ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી મળેલી લાલ માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. પિચ બનાવવા માટે જે ખેતરની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ગણદેલી જિલ્લાના ભાજપ નેતા અશોક ધોરજિયાનું છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા અશોક ભાઈ ધોરજીયાએ ટીમ ઈન્ડિયાને જીતની શુભેચ્છા પાઠવી છે.

BJP નેતા ધોરજીયાનું કહેવું છે કે અત્યાર સુધી તેમના ખેતરની લાલ માટીમાંથી જ્યાં જયાં પણ પીચ બનાવવામાં આવી છે ત્યાં ત્યાં ટીમ ઈન્ડિયાની જીતનું પરિણામ સારું છે. આવી સ્થિતિમાં તેમને પૂરી આશા છે કે ટીમ ઈન્ડિયા કમાલ કરશે. તેમણે કહ્યુ કે રવિવારે રાત્રે 11 વાગ્યે રોહિત શર્માના હાથમાં વર્લ્ડકપની ટ્રોફી હશે.

નવસારી જિલ્લો ગુજરાતના દક્ષિણમાં આવેલો છે. આ જિલ્લામાં ગણદેવી નામનો એક તાલુકો છે. વડોદરા, મુંબઈ, આફ્રિકા અને અમદાવાદ સહિતના સ્થળોએ સ્ટેડિયમની પીચો અહીં રહેતા અશોક ધોરજીયાના ખેતરમાંથી કાઢવામાં આવેલી માટીમાંથી બનાવવામાં આવી છે. આ માટીની ખાસિયત એ છે કે પીચમાં સરળતાથી તિરાડ પડતી નથી. મીડિયા સાથેની વાતચીકમાંઅશોક ધોરજીયાએ જણાવ્યું હતું કે,દેશમાં ઘણી જગ્યાએ લાલ માટી જોવા મળે છે, પરંતુ તેમના ખેતરમાં મળેલી માટીમાં કેટલીક કુદરતી અજાયબીઓ છે કે તેમાંથી બનેલી પીચ ખૂબ જ મજબૂત રહે છે. જેને કારણે અત્યાર સુધીમાં ભાજપ નેતાના ખેતરની માટી અનેક જગ્યાએ પીચ બનાવવા માટે પહોંચી છે.

ગણદેવીના પથરી ગામે માટીમાંથી બનેલી પીચ પર વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાશે.ખેતરના અગાઉ આ માટીમાંથી ટાઈલ્સ બનાવવામાં આવતી હતી, પરંતુ લાંબા સમયથી આ માટીનો ઉપયોગ પીચ બનાવવા માટે થઈ રહ્યો છે.

ધોરજીયાનું કહેવું છે કે કહે કે, આ માટી હાલમાં પિચ ક્યુરેટર્સ માટે હોટ ફેવરિટ છે, કારણ કે તે પિચને મજબૂત બનાવે છે. ઘણી વખત પીચ થોડી ઓવર પછી તિરાડ પડવા લાગે છે, પરંતુ આ લાલ માટીથી બનેલી પીચમાં ઓછી તિરાડો પડે છે.

લાલ માટીથી બનેલી આ પીચ પર 90 ઓવર સરળતાથી ફેંકી શકાય છે. આ માટીની પીચ બેટ્સમેન અને બોલર બંનેને મદદ કરે છે. સામાન્ય પીચમાં, કેટલીકવાર બેટ્સમેનને બોલ પડ્યા પછી જે રીતે ઉછાળે છે તેના કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ લાલ માટીથી બનેલી પીચમાં, બોલને જોવામાં કોઈ સમસ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp