એશિયન ગેમ્સમાં યશસ્વી જૈસવાલે શુભમન ગિલનો આ રેકોર્ડ તોડ્યો
ભારતીય ટીમના યંગ ખેલાડી યશસ્વી જૈસવાલ દરેક મેચ પછી ભારતીય ફેન્સનું દિલ જીતવામાં સફળ થઇ રહ્યો છે. યશસ્વીએ ભારત માટે હજુ સુધી ઘણી ઓછી મેચો રમી છે. પણ આ મેચોમાં તેણે ઘણાં રેકોર્ડ તોડી નાખ્યા. એશિયન ગેમ્સ 2023માં પણ તેણે પોતાની બેટિંગથી લોકોનાં દિલ જીતી લીધા. આ બેટ્સમેને નેપાળ સામેની મેચમાં 49 બોલમાં 100 રનોની જોરદાર ઈનિંગ રમી.
ગિલનો આ રેકોર્ડ તોડ્યો
એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ પહેલીવાર ભાગ લઇ રહી છે. જેમાં આ વખતે BCCIએ યુવા ખેલાડીઓની ટીમ પર દાંવ લગાવ્યો છે. IPL 2023માં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને એશિયન ગેમ્સ 2023માં સ્થાન આપવામાં આવ્યું છે. મંગળવારે નેપાળ સામે થયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં જૈસવાલે સદી ફટકારી હતી. મુંબઈના આ બેટ્સમેને એશિયન ગેમ્સમાં ભારત તરફથી સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો છે. સાથે જ તેણે શુભમન ગિલનો મોટો રેકોર્ડ પણ તોડી દીધો છે.
ખેર, વાત એ છે કે, યશસ્વી જૈસવાલ હવે ટી20 ક્રિકેટમાં ભારત તરફથી સદી ફટકારનારો સૌથી સુવા બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ શુભમન ગિલના નામે હતો. ગિલે આ પરાક્રમ 23 વર્ષ અને 146 દિવસમાં કર્યો હતો. જ્યારે જૈસવાલે 21 વર્ષની ઉંમરમાં 279 દિવસમાં કરી દેખાડ્યો. નેપાળ સામેની મેચમાં યશસ્વી જૈસવાલે 49 બોલમાં 100 રનની ઈનિંગ રમી. જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ છે.
𝐘𝐚𝐬𝐡𝐚𝐬𝐯𝐢 𝐉𝐚𝐢𝐬a koi nahi 🔥🙌
— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2023
The star batter smashes a 💯 in India's first-ever men's cricket match at the #AsianGames, becoming the youngest Indian to do so 🏏#SonySportsNetwork #Cheer4India #Hangzhou2022 #IssBaar100Paar #Cricket #YashasviJaiswal #TeamIndia |… pic.twitter.com/wGeFsBhjtb
ભારતે નેપાળને 23 રનથી હરાવ્યું
એશિયન ગેમ્સ 2023માં નેપાળ સામે રમાયેલી મેચમાં યશસ્વી જૈસવાલની સદી અને રિંકુ સિંહની તોફાની ઈનિંગની મદદથી ભારતે 202 રન બનાવ્યા. ત્યાર પછી આવેશ ખાન અને સ્પિનર રવિ બિશ્નોઈએ 3-3 વિકેટ હાંસલ કરી અને ટીમ ઈન્ડિયાએ આ મેચ 23 રનોથી જીતી લીધી. આની સાથે જ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp