જાયસ્વાલે તો ધૂમ મચાવી દીધી, 1000 રન ઠોકીને સચિન, ગાવસ્કરને ટપી ગયો

PC: BCCI

હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ રમાઈ રહી છે. યશસ્વી જયસ્વાલ ભારતીય ક્રિકેટ ટીમ માટે રાઈઝિંગ સ્ટાર છે. તે આ સમયે શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં રનોનો વરસાદ કરનાર યશસ્વી જયસ્વાલે ધર્મશાળા ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પોતાના નામે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી. તેણે અડધી સદીની ઇનિંગમાં એક જ ઓવરમાં 3 સિક્સ માર્યા. યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ કોઈ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય બની ગયો છે.

યશસ્વી જયસ્વાલે આ દરમિયાન સચિન તેંદુલકરના રેકોર્ડને પાછળ છોડ્યો. યશસ્વી જયસ્વાલે 9મી ટેસ્ટમાં પોતાના 1,000 રન પણ પૂરા કરી લીધા. આ કારનામું કરનારો તે પહેલો ભારતીય બની ગયો છે, જ્યારે ઇનિંગના હિસાબે તે બીજા નંબર પર છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલની ટેસ્ટ સીરિઝની 9 ઇનિંગમાં યશસ્વી જયસ્વાલના 26 સિક્સ થઈ ગયા છે. આ અગાઉ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સચિન તેંદુલકરે એક ટેસ્ટ સીરિઝમાં 25 સિક્સ ફટકાર્યા હતા, જે કોઈ ભારતીયના કોઈ એક ટીમ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ હતા.

આ લિસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ત્રીજા નંબર પર સરકી ગયો છે. રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં 22 સિક્સ લગાવી ચૂક્યો છે, જ્યારે દિગ્ગજ કપિલ દેવ અને વિકેટકીપર રિષભ પંત એક ટેસ્ટ સીરિઝમાં 21-21 સિક્સ લગાવી ચૂક્યા છે. બંનેએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં આ કારનામાં કરી દેખાડ્યા છે. 22 વર્ષીય યશસ્વી જયસ્વાલ હાલની ટેસ્ટ સીરિઝની 9 ઇનિંગમાં 712 રન બનાવી ચૂક્યો છે. તેણે ધર્મશાળા ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 57 રન બનાવ્યા છે.

કોઈ એક ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાનો ભારતીય રેકોર્ડ, સુનિલ ગાવસ્કરના નામે છે. તેમણે વર્ષ 1971માં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સીરિઝમાં 774 રન બનાવ્યા હતા, જ્યારે 1978-79માં તેમણે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 732 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ પાસે આ સીરિઝમાં હજુ એક ઇનિંગ બાકી છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેનને ટેસ્ટમાં 1,000 રન બનાવવા માટે 7 ટેસ્ટ મેચ લાગી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલે 9 મેચોનો સહારો લીધો. જયસ્વાલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલની ટેસ્ટ સીરિઝમાં 2 બેવડી સદી ફટકારી ચૂક્યો છે. દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું કહેવું છે કે યશસ્વીમાં લીજેન્ડ બનવાની ક્ષમતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp