કેરેબિયન દિગ્ગજના મતે- આ ભારતીય પણ ફર્ગ્યૂસન-આર્ચરની જેમ બેટ્સમેનોને ડરાવે છે

PC: twitter.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા જબરદસ્ત પ્રદર્શન કરીને રાતોરાત સ્ટાર બનેલો ઉમરાન મલિક હાલમાં ભલે ટીમ ઈન્ડિયામાં દેખાતો ન હોય, પરંતુ પૂર્વ ક્રિકેટરો આજે પણ તેના વખાણ કરે છેવેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ખેલાડી અને વર્તમાન ક્રિકેટ એક્સપર્ટ ઇયાન બિશપે તેના ખૂબ વખાણ કર્યા છે.

ઇયાન બિશપનું માનવું છે કે ઉમરાન મલિકની બોલિંગ પણ એટલી જ ખતરનાક છે જેટલી કે લોકી ફોર્ગ્યૂસન અને જોફ્રા આર્ચરની છે. એક સ્પોર્ટ્સ ચેનલ પર એક કાર્યક્રમમાં વાતચીત કરતા ઇયાન બિશપે કહ્યું કે ગયા વર્ષે તેને બોલિંગ કરતો જોઈને હું તેના માટે ઉત્સુક છું. તેની પાસે સારી સ્પીડ છે અને તેને તમે સુપરમાર્કેટમાં જઈને ખરીદી નહીં શકો. તેમને તમે સ્પષ્ટ લાઇન અને લેન્થ માટે ટ્રેન કરી શકો છો પરંતુ તમે કોઈને એ ન શીખવી શકો કે કઈ રીતે ફાસ્ટ બોલિંગ કરવાની છે.

તેમણે આગળ કહ્યું કે તે જે રીતે બોલિંગ કરી રહ્યો છે તેનાથી સારા સારા બેટ્સમેનો માટે પણ તેનો સામનો કરવો મુશ્કેલ થઈ જશે. ઇયાન બિશપે ઉમરાન મલિકના વખાણ કરતા તેની તુલના ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફોર્ગ્યૂસન અને જોફ્રા આર્ચર સાથે કરી છે. તેમણે કહ્યું કે તે જોફ્રા આર્ચર અને લોકો ફોર્ગ્યૂસનની જેમ તમને ડરાવે છે અને ડેલ સ્ટેનને તે ખૂબ પસંદ છે. એ મારા માટે ખૂબ રોચક છે કે ઉમરાન મલિક શું બની શકે છે. જો તે ફિટ રહે છે તો ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ જરૂર રમશે. હું ફરીથી કહીશ કે આ મોટા દેશમાં અત્યારે વધુ કેટલા ઉમરાન મલિકને શોધવાના બાકી છે?  

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ ઉમરાન મલિકની સ્પીડના વખાણ કર્યા છે. તેમણે ઉમરાન મલિકની સ્પીડને લઈને કહ્યું કે ઉમરાન મલિક પોતાની સ્પીડથી ખૂબ પ્રભાવશાળી છે. સાથે જ તેમણે ઉમરાન મલિકને વિકેટ ટેકર કહ્યો.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે ઉમરાન મલિક પોતાની સ્પીડથી ખૂબ પ્રભાવશાળી રહ્યો છે પરંતુ તેની ગતિથી વધારે એ તેની એક્યૂરેસી છે જે પ્રભાવિત કરે છે. ઘણા બધા બોલર જે એ સ્પીડથી બોલિંગ કરે છે, તેઓ બોલને આમ તેમ ફેકે છે પરંતુ ઉમરાન ખૂબ ઓછા વાઈડ ફેકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp