કુલદીપનું ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા આપી દીધી વોર્નિંગ, કહ્યું- જ્યારે તમારા..
ICC મેન્સ T20 વર્લ્ડ કપ n 024માં ભારતીય ટીમ સુપર-8માં પોતાની અંતિમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચ 24 જૂન એટલે કે આજે આઇલેટના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો માટે આ મેચ ખૂબ મહત્ત્વની છે. ભારતીય ટીમ જો આ મેચ જીતે છે તો એ સત્તાવાર રૂપે સેમીફાઇનલ માટે ક્વાલિફાઈ કરી જશે. આ મેચમાં ભારતના ચાઈનમેન બોલર કુલદીપ યાદવ પર નજરો હશે. કુલદીપને અમેરિકામાં થયેલી મેચોમાં રમવાનો અવસર મળ્યો નહોતો, પરંતુ વેસ્ટ ઈન્ડીઝમાં સ્પિનર્સ માટે મદદગાર પીચો પર તે ખૂબ પ્રભાવી સાબિત થઈ રહ્યો છે.
તેણે 2 મેચમાં 5 વિકેટ લીધી છે, જેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ શનિવારની મેચમાં મળેલી 3 વિકેટ સામેલ છે. હવે કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ અગાઉ મોટી વાત કહી છે. કુલદીપ માને છે કે તેની સફળતાનું એક કારણ તેની બોલિંગમાં આક્રમકતા પણ છે. તેણે કહ્યું કે, તે પોતાના લેન્થ સાથે ક્યારેય સમજૂતી કરતો નથી. કુલદીપનું માનવું છે કે કોઈ બેટ્સમેન જો એટેક કરે છે તો તમારી પાસે રણનીતિ હોવી જોઈએ. તેણે કહ્યું કે, દુનિયાના કોઈ પણ સ્પિનર માટે લેન્થ ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ ફોર્મેટમાં તો તમારે એ જાણવું જ પડે છે કે બેટ્સમેન શું કરવાનું વિચારી રહ્યો છે. તેના માટે ખૂબ આક્રમક થવું પડ્યું છે.
તેણે કહ્યું કે, મને IPLમાં પણ તેનાથી મદદ મળી અને હવે T20 વર્લ્ડ કપમાં પણ. બેટ્સમેન જ્યારે છગ્ગા-ચોગ્ગા લગાવવાના ચક્કરમાં હોય છે તો તે પોતાની રણનીતિ પર કેવી રીતે અડગ રહી શકાય છે. જ્યારે સામેવાળી ટીમને પ્રતિ ઓવર 10 કે 12 રન જોઈએ તો બેટ્સમેન તમારા બૉલને મારવા આતુર હોય તો માત્ર લેન્થ બનાવી રાખવી જરૂરી છે. જ્યારે તમારા પર એટેકનો પ્રયાસ કરવામાં આવે તો તમારી પાસે રણનીતિ હોવી જોઈએ. એવામાં વિકેટ લેવાની સંભાવના વધારે હોય છે. હું અમેરિકામાં ન રમ્યો. હું ત્યાં 12મો ખેલાડી હતો અને ડ્રિંક્સ લઈને જઇ રહ્યો હતો.
એ રમવા જેવું જ હતું. મેં ત્યાં બોલિંગ ન કરી, પરંતુ કરવા માગતો હતો. ત્યાં વિકેટ ઓસ્ટ્રેલિયા જેવી હતી. મેં અહી (વેસ્ટ ઈન્ડીઝ) 2017માં T20 અને વન-ડે ડેબ્યૂ કર્યું અને મને સ્થિતિની ખબર છે. સ્પિનર માટે અહી બોલિંગ કરવાનો સારો અનુભવ છે. કાનપુરમાં રહેનારા કુલદીપ યાદવે ભારત માટે 12 ટેસ્ટ, 103 વન-ડે અને 37 T20 મેચ રમીને કુલ 285 વિકેટ લીધી છે. કુલદીપ વન-ડેમાં 2 વખત હેટ્રીક લઈ ચૂક્યો છે. વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોલકાતામાં કુલદીપે હેટ્રીક લીધી હતી. ત્યારબાદ 2019માં તેણે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પણ આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp