આ દિગ્ગજના મતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ જીતી શકે છે વર્લ્ડ કપ

PC: news18.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને આશા છે કે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઘરેલુ મેદાનો પર ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતશે. તેણે ઓપનર બેટ્સમેન રોહિત શર્માને આ રમતના મહાન ખેલાડીઓમાંથી એક કરાર આપ્યો. બુધવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માએ 84 બૉલમાં 131 રનોની ઇનિંગ રમી અને આ દરમિયાન રોહિતે કેટલાક રેકોર્ડ તોડ્યા હતા, જેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ લગાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ સામેલ છે, જે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો. એ સિવાય વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સદી બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્મા પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઇના મેદાન પર શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. યુવરાજ સિંહે કહ્યું કે, રોહિત શર્માએ ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે. મને લાગે છે કે તેનામાં એટલી ક્ષમતા છે કે તે કોઈ પણ રેકોર્ડ તોડી શકે છે. તે નિશ્ચિત રૂપે મહાન ખેલાડીઓમાંથી એક છે. તેણે 31 વન-ડે સદી બનાવી છે જે એક મોટી ઉપલબ્ધિ છે. તેનું કામ અત્યારે પૂર્ણ થયું નથી અને આશા છે કે તે કેપ્ટનના રૂપમાં ભારતને વર્લ્ડ કપ જીતાડશે. બીજા ચરણમાં તેણે ઓપનરની ભૂમિકા ભજવી. પહેલા તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો.

તો રોહિત શર્માને લઈને વિરેન્દર સેહવાગે કહ્યું કે, જો હું કેપ્ટન કે સિલેક્ટર હોત તો હું નિશ્ચિત રૂપે રોહિતને વર્ષ 2011ના વર્લ્ડ કપ માટે પસંદ કરતો, પરંતુ અત્યારના અને એ સમયવાળા રોહિત શર્મામાં ખૂબ અંતર છે. તે એટલો અનુભવી નહોતો અને અંતમાં કોઈ ખેલાડીને પસંદ કરવું કેપ્ટન અને સિલેક્ટર્સનો નિર્ણય હોય છે. તમે વર્લ્ડ કપ માટે માત્ર 15 ખેલાડીઓની પસંદગી કરી શકો છો અને એ સમયે, યુસુફ પઠાણે ટૂર્નામેન્ટથી બરાબર પહેલા કેટલીક મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી, જે કદાચ તેમના પક્ષમાં કામ કરી ગઈ અને રોહિત શર્માને ડ્રોપ કરવો પડ્યો.

ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાની પહેલી બે મેચ જીતી ચૂકી છે. ચેન્નાઈમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી દીધી હતી, જ્યારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ 8 વિકેટે જીત હાંસલ કરી હતી. હવે ભારતીય ટીમ 14 ઓક્ટોબરે પાકિસ્તન વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની ત્રીજી મેચ રમશે. આ હાઇવોલ્ટેજ મેચ હશે અને એક પ્રકારે વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ કહી શકાય છે કેમ કે મેચ ટિકિટો સિવાય, ફ્લાઇટ ટિકિટ અને હૉટલ મળી રહી નથી. તેના પર યુવરાજે કહ્યું કે, આ બંને ટીમો માટે સારી વાત છે કે આટલા વર્ષો બાદ ભારતમાં મેચ થઈ રહી છે. આશા છે કે આ એક સારી મેચ હશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp