યુવરાજે જણાવ્યું કેપ્ટન કેમ ન બની શક્યો, શું સચિન સાથે કનેક્શન...
દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ એક સમયે ભારતીય ટીમમાં કેપ્ટન્સીનો દાવેદાર હતો, પરંતુ તેનું એ સપનું અધૂરું રહી ગયું. યુવરાજ સિંહની ગણતરી દુનિયાના શાનદાર ઓલરાઉન્ડર્સમાં થાય છે. તે 2 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. ભારતીય ક્રિકેટનો ઇતિહાસ જ્યારે લખવામાં આવશે ત્યારે આ ઓલરાઉન્ડરને યાદ કરવામાં આવશે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ મંગળવાર એટલે કે આજે 42 વર્ષનો થઈ ગયો. યુવરાજ સિંહ ભારતીય ટીમનો કેપ્ટન કેમ ન બની શક્યો? તેનો ખુલાસો તેણે પોતે જ કર્યો છે. મહાન ક્રિકેટર સચિન તેંદુલકર સાથે તેનું શું છે ખાસ કનેક્શન? આવો જાણીએ.
વર્ષ 2011ના વન-ડે વર્લ્ડ કપ અને વર્ષ 2007ના T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનો હિસ્સો રહેલા યુવરાજ સિંહ જેવો જ્યારે સીનિયર ખેલાડી ભારતીય ટીમમાં હતો, ત્યારે મહેન્દ્ર સિંહ ધોની જેવા યુવા ખેલાડીને ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. એ ટીમમાં સચિન તેંદુલકર, VVS લક્ષ્મણ, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગ જેવા સીનિયર ખેલાડી ઉપસ્થિત હતા. યુવરાજ સિંહે સંજય માંજરેકરને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે અંતે કેમ મહેન્દ્ર સિંહ ધોનીને ત્યારે કેપ્ટન્સી આપવામાં આવી અને તેને ન મળી.
ભારતીય ટીમના આ ઓલરાઉન્ડરે કહ્યું કે, ગ્રેગ ચેપલ અને સચિન તેંદુલકરના કારણે તેને ભારતીય ટીમની કેપ્ટન્સી ન મળી. તેણે કહ્યું કે, મને પોતાના સાથીઓ સાથે ઊભા રહેવાની સજા મળી. બોર્ડના ઘણા અધિકારીઓએ પણ મને મહત્ત્વ ન આપ્યું. મને લાગે છે કે હું જેના માટે ઊભો હતો, મારું સ્ટેડ સ્પષ્ટ હતું. જો પછી મને એમ કરવું પડે તો હું કરીશ, ઊભો રહીશ. મને પોતાના નિર્ણય પર કોઈ પછતાવો નથી. તેની ઈચ્છા એક સમયે કેપ્ટન બનવાની હતી, પરંતુ એ પૂરી ન થઈ શકી.
સંજય માંજરેકરે જ્યારે યુવરાજને પૂછ્યું કે શું તારી ઇચ્છા નહોતી કે તું કેપ્ટન બને? તેના પર યુવરાજે કહ્યું કે, મારું પણ સપનું કેપ્ટન બનવાનું હતું. મને લાગતું હતું કે હું કેપ્ટન બનીશ, પરંતુ જ્યારે ગ્રેગ ચેપલ વિવાદ થયો, ત્યારે મારી પાસે 2 વિકલ્પ હતા. પહેલો હું ગ્રેગ ચેપલનો સાથ આપું કે બીજો પોતાના સાથીઓ સાથે ઊભો રહું. આ દરમિયાન મેં પોતાના સાથીઓ સાથે ઊભા રહેવાનું યોગ્ય સમજ્યું. ભારતીય બોર્ડના ઘણા અધિકારીઓને મારો આ નિર્ણય સારો ન લાગ્યો.
યુવરાજે કહ્યું કે, ત્યારબાદ તેની પાસેથી અચાનક ઉપકેપ્ટન્સી છીનવી લેવામાં આવી. એ સમયે વીરેન્દ્ર સેહવાગ નહોતો અને માહી (મહેન્દ્ર સિંહ ધોની)ને વર્ષ 2007 T20 વર્લ્ડ કપમાં કેપ્ટન બનાવી દેવામાં આવ્યો, મને એમ લાગે છે કે એ સમયે મેં જે નિર્ણય લીધો એ મારી વિરુદ્ધ ગયો. વીરેન્દ્ર સેહવાગ સીનિયર હતો, પરંતુ તે ઈંગ્લેન્ડ પ્રવાસે નહોતો. જ્યારે રાહુલ દ્રવિડ વન-ડે કેપ્ટન હતો, ત્યારે હું ઉપકેપ્ટન હતો. ત્યારે હું કેપ્ટન્સી મળવાની આશા રાખવા લાગ્યો હતો, પરંતુ હું ફરીથી કહીશ કે એ નિર્ણય પર મને કોઈ પછતાવો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp