‘હું અને ધોની ક્યારેય મિત્ર નહોતા..’, યુવીનો ચોંકાવનારો ખુલાસો, જુઓ વીડિયો

PC: hindustantimes.com

મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહને લઈને ઘણા પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર થતી રહે છે. કેટલાક લોકોનું માનવું છે કે, યુવરાજ સિંહનું કરિયર જલદી પૂરું થવામાં મહેન્દ્ર સિંહ ધોનીનો હાથ રહ્યો, તો કેટલાક લોકોનું એમ પણ માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ સાચા મિત્ર હતા. એ સિવાય કેટલાક લોકોનું માનવું છે કે મહેન્દ્ર સિંહ ધોનીના કારણે યુવરાજ સિંહ ક્યારેય ભારતીય ટીમનો કેપ્ટન ન બની શક્યો. આ બધી વાતો વચ્ચે હવે યુવરાજ સિંહે મહેન્દ્ર સિંહ ધોનીને લઈને વાત કરી છે, જેણે લાઇમલાઇટ મેળવી લીધી છે.

યુવરાજ સિંહે મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાના રિલેશનશીપને લઈને મોટો ખુલાસો કર્યો છે. TRS Clipsમાં યુવરાજ સિંહે ધોનીને લઈને વાત કરી અને એક વાતનો સીધો ખુલાસો કર્યો કે હું અને ધોની મિત્ર નહોતા. ચેટ શૉમાં યુવરાજ સિંહે કહ્યું કે, ‘અમે નજીકના મિત્ર નહોતા.., અમે મિત્ર હતા કેમ કે ક્રિકેટના કારણે. હું તેનાથી એકદમ અલગ હતો. અમે હકીકતમાં મિત્ર નહોતા, જ્યારે અમે સાથે મેદાન પર રહેતા હતા, તો બંને મળીને 100 ટકા આપતા હતા. તે કેપ્ટન હતો, હું ઉપકેપ્ટન હતો.’

તેણે આગળ કહ્યું કે, કેટલાક નિર્ણય જે તે લેતો હતો તે મને સારા લાગતા નહોતા, તો કેટલાક મારા નિર્ણય તેને પસંદ આવતા નહોતા. એ દરેક ટીમ સાથે થાય છે. ટીમને આગળ લઈ જવા માટે એવી વાતો થતી રહે છે. જ્યારે હું પોતાના કરિયરની અંતિમ દોડમાં હતો તો મેં તેને પોતાના કરિયરને લઈને પૂછ્યું હતું. એ સમય વર્ષ 2019ના વર્લ્ડ કપ અગાઉનો હતો. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ મને સીધી રીતે કહી દીધું હતું કે મેનેજમેન્ટ તારી બાબતે વિચારી રહ્યું નથી.

યુવરાજે એમ પણ કહ્યું કે, ધોની જ એવો હતો, જેણે મને સ્પષ્ટ રૂપે બતાવી દીધું હતું. તેની એ વાત મને સારી લાગી. ત્યારે પછી મેં રિટાયરમેન્ટનો નિર્ણય લીધો હતો. અત્યારે જ્યારે મળીએ છીએ તો સારી રીતે મળીએ છીએ. તેનાથી મને કોઈ પણ પરેશાની નથી. આ બધો રમતનો હિસ્સો હોય છે અને અંતે તમારે ટીમ માટે વિચારવાનું હોય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019ના વર્લ્ડ કપમાં યુવરાજનું સિલેક્શન થયું નહોતું, ત્યારબાદ યુવરાજ સિંહે સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp