યુવરાજ સિંહેના મતે ભારતીય ટીમમાં તેની જગ્યા માત્ર આ ખેલાડી લઈ શકે છે
રિંકુ સિંહ ભારતીય ટીમનો રાઈઝિંગ સ્ટાર છે. નાના કદના આ પ્રતિભાશાળી ખેલાડીએ પોતાની બેટિંગ સ્ટાઇલથી બધાને પ્રભાવિત કર્યા છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગદર મચાવ્યા બાદ ભારતીય T20 ટીમમાં ધમાલ મચાવી રહ્યો છે. રિંકુ સિંહને ભારતીય ટીમનો નવો ફિનિશર માનવામાં આવી રહ્યો છે. રિંકુ સિંહ મિડલ ઓર્ડરમાં ઉતરીને ભારતીય ટીમને વિસ્ફોટક બેટિંગથી ઘણી મેચ જીતાડી ચૂક્યો છે. દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના સંન્યાસ બાદ ભારતીય ટીમમાં તેની જગ્યાએ એક લેફ્ટ હેન્ડ બેટ્સમેનની કમી અનુભવાઈ રહી હતી, જે યુવરાજના નંબર પર ઉતરીને મેચને ફિનિશ કરી શકે છે.
ઘણી હદ સુધી હવે રિંકુ સિંહ યુવરાજ સિંહના કામને અંજામ આપી શકે છે. યુવરાજ સિંહ પણ રિંકુ સિંહના આ પ્રદર્શનથી ખૂબ ખુશ છે. તેણે કહ્યું કે, ભારતીય ટીમમાં આ સમયે જો મારી જગ્યા લઈ શકે તે માત્ર રિંકુ સિંહ છે. યુવરાજ સિંહે આ વાત કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન કહી. રિંકુ સિંહે IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે જસપ્રીત બૂમરાહની કેપ્ટન્સીમાં ગયા વર્ષે ઓગસ્ટમાં આયરલેન્ડ પ્રવાસ પર પોતાના T20 ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. રિંકુ સિંહ અત્યાર સુધી 13 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. જેમાં તે 278 રન બનાવી ચૂક્યો છે.
26 વર્ષીય રિંકુ સિંહની T20 ઇન્ટરનેશનલમાં સ્ટ્રાઈક રેટ 180.51ની છે. આ કાર્યક્રમમાં જ્યારે યુવરાજ સિંહને પૂછવામાં આવ્યું કે, જે પ્રકારે તમે ઓવરોમાં ભારત માટે વિસ્ફોટક રન બનાવતા હતા, હવે એ જ કામ કરી રહ્યો છે, તેના પર તમે શું કહેવા માગશો. તેના પર યુવરાજ સિંહે કહ્યું કે, આ સમયે ભારતીય ટીમમાં જો કોઈ મારી જગ્યા લઈ શકે છે તો રિંકુ સિંહ જ છે. યુવરાજ સિંહે કહ્યું કે, 'તેને (રિંકુ સિંહ) કોઈ સુધારની જરૂરિયાત નથી. લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં જે વસ્તુની જરૂરિયાત હોય છે, તે રિંકુ સિંહ કરતો નજરે પડી રહ્યો છે. મિડલ ઓવરમાં તે તેજીથી રન બનાવી લે છે. જરૂરિયાતના હિસાબે તે ઇનિંગને આગળ વધારી શકે છે.
રિંકુ સિંહ આ સમયે ભારત વર્સિસ અફઘાનિસ્તાન T20 સીરિઝમાં રમી રહ્યો છે. સિરીઝની પહેલી મેચ મોહાલીમાં રમાઈ હતી, જેમાં રિંકુ સિંહે 9 બૉલમાં 16 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તો બીજી મેચમાં તે 9 બૉલમાં 9 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. આ બંને મેચને ભારતીય ટીમે 6 વિકેટથી જીતી હતી. યુવરાજ સિંહે કહ્યું કે, 'મને લાગે છે કે રિંકુ સિંહે ત્રણેય ફોર્મેટમાં રમવું જોઈએ. કોઈ એક ફોર્મેટ સુધી તેને સીમિત ન રાખવો જોઈએ. રિંકુ સિંહ 2 વન-ડે ઇન્ટરનેશનલ મેચ પણ રમી ચૂક્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વર્ષ 2023માં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp