ધોનીને લઇને ફરી સવાલ પૂછાયો તો યુવીએ આપ્યો ચોંકાવનારો જવાબ, વીડિયો વાયરલ

PC: instagram.com/cricketnmore

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને ક્રિકેટ છોડ્યાના વર્ષો વીતી ચૂક્યા છે. વર્ષ 2019માં તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. સંન્યાસ બાદ પણ યુવરાજ મોટા ભાગે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે તેના એક નિવેદને ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાના સંબંધો પર તેણે કહ્યું હતું કે, તેઓ બંને ગાઢ મિત્ર નથી. યુવરાજ સિંહે કહ્યું હતું કે, ક્રિકેટના કારણે જ તેઓ બંને મિત્ર છે, મેદાન બહાર નહીં, કેમ કે એ બંનેની જ લાઇફસ્ટાઇલ ખૂબ અલગ છે. યુવરાજનું આ નિવેદન ત્યારે સોશિયલ મીડિયાઆ પર ખૂબ વાયરલ થયું હતું.

હવે ફરી એક વખત યુવરાજ સિંહને મહેન્દ્ર સિંહ ધોનીને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેણે ખૂબ જ શાનદાર અંદાજમાં જવાબ આપ્યો. વાસ્તવમાં ક્લબ પ્રેયરી ફાયર પૉડકાસ્ટમાં IPLના સંદર્ભમાં જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તે વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મામાંથી કોને પસંદ કરશે અને કોને બેન્ચ પર બેસાડવા માગશે? તો યુવરાજ સિંહે આ સવાલ પર શાનદાર અંદાજમાં જવાબ આપ્યો. યુવરાજ સિંહે કહ્યું કે, એક ખેલાડી તરીકે જો T20 ક્રિકેટની વાત હોય તો હું રોહિત શર્માને પસંદ કરીશ.

તેણે વધુમાં જણાવ્યું કે, રોહિત શર્મા એક શાનદાર કેપ્ટન છે અને જે પોતાની બેટિંગથી ગેમ બદલી શકે છે, તે નિશ્ચિત રૂપે તેની પહેલી પસંદ હશે. તે પોતે બેન્ચ પર બેસવા માગશે કેમ કે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીમાંથી કોઇ એકનું નામ લેવું હેડલાઇન બની જશે. તે એવું ઇચ્છતો નથી. આપણે બધા ખૂબ સમજદાર છીએ, આપણે જાણીએ છીએ કે કોણે બેન્ચ પર બેસવું જોઇએ, પરંતુ તે રોહિત શર્માનું નામ જ લેશે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા IPL ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન છે, જેમણે પોત-પોતાની ટીમોને 5-5 વખત ટ્રોફી જીતાડી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ને વર્ષ 2010, 2011, 2018, 2021 અને વર્ષ 2023માં ટ્રોફી જીતાડી છે. તો રોહિત શર્માએ મુંબઇ ઇન્ડિયન્સ (MI)ને વર્ષ 2013, 2015, 2017, 2019 અને વર્ષ 2020 સીઝનમાં IPL ટ્રોફી જીતાડી છે. મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા બંને જ હવે પોત પોતાની ટીમના કેપ્ટન નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp