ધોની સમજી ગયો હતો કે ક્રિકેટ તેના માટે..', IPL અગાઉ ઝહીર ખાને એવું કેમ કહ્યું?
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઝહીર ખાને કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની માટે ક્રિકેટ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ બધુ જ નથી અને એ ધોનીએ ખૂબ પહેલા સમજી લીધું હતું. પોતાની કેપ્ટન્સીમાં ભારતને ICCની ત્રણેય ટ્રોફી જીતાડનાર 42 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આગામી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટન્સી ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 4 વર્ષ અગાઉ ઇન્ટરનેશન ક્રિકેટને અલવિદા કહી દીધી હતી.
ઝહીર ખાને Jio Cinema પર મહેન્દ્ર સિંહ ધોની પર બનેલા એક એપિસોડમાં કહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોનીએ ખૂબ પહેલા સમજી લીધું હતું કે, તેમની અંદર ક્રિકેટનું ઝનૂન છે અને એ તેના જીવનનો મહત્ત્વનો હિસ્સો છે, પરંતુ એ બધુ જ નથી. ભારતને T20, વન-ડે વર્લ્ડ કપ જીતાડવા, ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 સુધી પહોંચાડવા સિવાય મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ટ્રોફી જીતાડી છે. તે વર્ષ 2008માં પહેલી સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો હતો.
ઝહીર ખાને કહ્યું કે, જ્યારે તમે રમી રહ્યા હોવ છો, તો રમતથી સ્વિચ ઓફ થવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ક્રિકેટ જ બધુ નથી. દરેક ક્રિકેટરે તેનો સામનો કરવાનો હોય છે. જ્યારે તમે રમતથી અલગ થાવ છો તો વધારે વિકલ્પ હોતા નથી. આપણે ઘણા ખેલાડીઓને રિટાયર થયા બાદ સંઘર્ષ કરતા જોયા છે કેમ કે તેઓ પોતાનું બધુ રમતને આપી દે છે અને જ્યારે રમતથી અલગ થાય છે તો તેમને સમજ પડતી નથી કે શું કરે. મહેન્દ્ર સિંહ ધોની રમતથી વિરુદ્ધ પણ વસ્તુ કરતો રહે છે. તેને બાઇક્સનો શોખ છે અને તેના પર સ્વિચ કરતો રહે છે.
ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની કેપ્ટન્સીમાં 14 સીઝન રમી છે, જેમાંથી 12 વખત IPL પ્લેઓફમાં જગ્યા બનાવી છે, જેમાંથી IPL ટ્રોફી માટે સતત પડકાર આપનારના રૂપમાં તેની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે. ધોનીની કેપ્ટન્સીમાં ટીમે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ ટ્રોફી જીતનાર રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સ સાથે હાંસલ કર્યો છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપર કિંગ્સના ઉત્તરાધિકારીની યોજના પર બોલતા કહ્યું કે, તે ધોનીને આગામી 5 વર્ષ સુધી IPLમાં રમતો જોવાનું પસંદ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp