એક તરફ ચંદ્રયાન-3એ પગ મૂક્યો અને બીજી તરફ 13 કંપનીઓએ 20 હજાર કરોડની કમાણી કરી

PC: ndtv.com

ISROનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટ, 2023ના દિવસે સાંજે 6 વાગ્યેને 4 મિનિટ સફળતા પૂર્વક લેન્ડિંગ કરી ગયું હતું. ભારતની, વેજ્ઞાનિકોની, દેશવાસીઓની બધાની આમા સિદ્ધી છે, પરુંતુ ચંદ્રયાનના વિવિધ પાર્ટસનો પુરવઠો પુરો પાડનારી કંપનીઓએ એક સપ્તાહમાં શેરબજારમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. બ્લુમબર્ગના એક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે.

ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્ર પર પગ મુકીને અને ત્રિરંગો લહેરાવીને ઈતિહાસ રચ્યો છે. આ સફળતા કોઈ એક ISROની નથી પરંતુ તેના નિર્માણમાં યોગદાન આપનાર તમામ કંપનીઓની છે. ખાસ વાત એ છે કે ચંદ્રયાન ચંદ્ર પર પગ મૂકે તે પહેલા જ દેશની 13 કંપનીઓએ 20 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ એવી કંપનીઓ છે, જે એરોસ્પેસ બિઝનેસ સાથે સંકળાયેલી છે. આનો મતલબ સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં તેમની કમાણી વધુ કેટલી વધવાની છે.

ચંદ્રયાન-3એ સાઉથ પોલ પર સોફ્ટ લોન્ચિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે અને આવું કરનારો ભારત પહેલો દેશ છે. ચંદ્રયાન-3ની સાથે 20,000 કરોડ રૂપિયાની કમાણી કરનારી દેશની 13 કંપનીઓના શેરો શેરબજારમાં લિસ્ટેડ છે અને તેમની કંપનીઓના શેરના ભાવોમાં ઉછાળો આવવાને કારણે કમાણી થઇ છે.

બ્લુમબર્ગે જાહેર કરેલા આંકડા મુજબ, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટસથી માંડીને રોકેટના કમ્યુનિકેશન અને નેવિગેશનના ઉપયોગમા આવતા મેટલ ગિયર્સ સુધીના ડિવાઇસીઝનો પુરવઠો પુરો પાડનારી 13 કંપનીઓએ શેરબજારમાં આ સપ્તાહમાં તેમના માર્કેટ કેપમાં 2.5 બિલિયન ડોલરથી વધુ એટલે કે ભારતીય રૂપિયામાં 20,000 કરોડથી વધારેની કમાણી કરી છે.

સ્પેસ ક્રાફ્ટ સપ્લાયર્સમાં સૌથી વધારે ફાયદો ઇન્ડસ્ટ્રીયલ ગેસ કંપની Linde India Limitedને થયો છે. આ દરમિયાન આ કંપનીના શેરોના ભાવમાં 23 ટકાની તેજી જોવા મળી હતી. સેન્ટમ ઇલેકટ્રોનિક્સ, જેણે મૂન મિશન માટે મહત્ત્વપૂર્ણ મોડ્યૂલ અને સિસ્ટમ પુરી પાડી હતી તેના શેરમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.સેટેલાઇટ કમ્યુનિકેશન પ્રોવાઇડર જેના  ISRO પોતે પણ કસ્ટમર છે તેવી કંપની Avantel Ltdના શેરના ભાવમાં 12 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

મુંબઈ સ્થિત વેલ્થમિલ્સ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડના સ્ટ્રેટેજિસ્ટ ક્રાંતિ બાથિનીએ જણાવ્યું હતું કે મૂન મિશન જેવા મહત્વના પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાથી આ ક્ષેત્રની કંપનીઓ માટે તકો ખુલી શકે છે. તેમણે કહ્યું કે, તેઓ ભવિષ્યમાં વૈશ્વિક પ્રોજેક્ટનો ભાગ બની શકે છે અને તેમના ઉત્પાદનો અને સેવાઓની નિકાસ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp