અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળી તોફાની તેજી, 20 ટકા સુધી ભાવ ઉછળી ગયા, જાણો કારણ
અદાણી ગ્રુપનીના 10 શેરોમાં મંગળવારે ધમાકેદાર તેજી જોવા મળી હતી અને શેરના ભાવો રોકેટગતિએ ઉછળી ગયા હતા.તેમાં પણ અદાણી ટોટલ ગેસના શેરનો ભાવ તો 20 ટકા સુધી ઉછળ્યો હતો.
અદાણી ગ્રુપની 10 કંપનીઓના શેરમાં મંગળવા તોફાની ઉછાળો જોવા મળી હતી. અદાણી ટોટલ ગેસનો શેર 20 ટકાના વધારા સાથે રૂ. 644.15 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે અદાણી એનર્જિ સોલ્યુશનના શેરમાં 13 ટકા, અદાણી પાવરના શેરમાં 8.46 ટકા, અદાણી ગ્રીન એનર્જિના શેરમાં 17.66 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 9.75 ટકા, અદાણી વિલ્મરના શેરમાં 9.99 ટકા અને એનડીટીવીના શેરમાં 11.09 ટકા ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સના શેર 5.41 ટકા, અંબુજા સિમેન્ટ્સ 4.41 ટકા અને ACC 3.21 ટકા વધ્યા છે.
હવે સવાલ એ છે કે એવું તે શું થયું કે અદાણી ગ્રુપના બધા શેરોમાં તેજીનું તોફાન આવી ગયું?
અદાણી ગ્રૂપના શેરોમાં અદભૂત ઉછાળાને કારણે, ગ્રુપના માર્કેટ કેપમાં એક દિવસમાં 15 બિલિયન ડોલરનો વધારો થયો છે. યુ.એસ. શોર્ટ-સેલરના એકાઉન્ટિંગ ફ્રોડ અને સ્ટોક મેનીપ્યુલેશનના આરોપો પર કંપનીઓની તપાસ માટે સુપ્રીમ કોર્ટે તેના આદેશને અનામત રાખ્યા પછી 28 નવેમ્બરના દિવસે અદાણીના શેરમાં મજબૂત ઉછાળોજોવા મળ્યો હતો.
મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી હતી કે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની અદાણી ગ્રુપ સામેની તપાસને "બદનામ" કરવાનું કોઈ કારણ નથી. શુક્રવારે સુનાવણી પૂર્ણ થયા બાદ સર્વોચ્ચ અદાલતે અદાણી-હિંડનબર્ગ વિવાદ સંબંધિત અરજીઓના બેચ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સેબીએ બધા 24 કેસોની તપાસ પુરી કરવી પડશે, અમે હિંડનબર્ગ રિપોર્ટને સાચા તરીકે સ્વીકારી શકતા નથી. હિન્ડેનબર્ગ રિપોર્ટની સત્યતા ચકાસવા માટે કોઈ સાધન નથી અને તેથી સેબીને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે, આરોપો લગાવવમાં થોડી જવાબદારી હોવી જોઈએ, શું સેબીને કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરતા પહેલા જ તારણો જાહેર કરવાનું કહી શકાય? સેબીના તારણોને આપણે કેવી રીતે પૂર્વ-ન્યાય આપી શકીએ?, સેબીને અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર, ભલે તે ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં હોય, સાચા તરીકે સ્વીકારવાનું કહી શકાય નહીં.
શુક્રવારે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામેના આરોપોની તપાસ કરી રહેલી માર્કેટ રેગ્યુલેટર સેબી પર શંકા કરવાનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે તેમની સમક્ષ માર્કેટ રેગ્યુલેટરની તપાસ પર અવિશ્વાસની ખાતરી આપવા માટે કોઈ તથ્યો નથી.
અદાણી ગ્રુપ સામે કરવામાં આવેલા આરોપો સંબંધિત 24માંથી 22 કેસોની તપાસ પુરી થઇ ગઇ છે, જ્યારે બે કેસમાં વિદેશી નિયામકો પાસે માહિતી મેળવવાની બાકી છે.
સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિએ મે મહિનામાં વચગાળાના અહેવાલમાં જણાવ્યું હતું કે તેને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓમાં ગેરરીતિના કોઈ સ્પષ્ટ પુરાવા જોવા મળ્યા નથી અને તેમાં કોઈ નિયમનકારી નિષ્ફળતાઓ નથી. જો કે, સમિતિએ જણાવ્યું હતું કે 2014 અને 2019 વચ્ચે સેબી દ્વારા કરવામાં આવેલા અનેક સુધારાઓને કારણે તેની તપાસ કરવાની ક્ષમતામાં અવરોધ ઊભો થયો છે, એમ કહીને કે વિદેશી કંપનીઓમાંથી આવતા રોકાણોમાં કથિત ઉલ્લંઘનની તપાસમાં કશું જ મળ્યું નથી.
આ સાથે સુપ્રીમ કોર્ટે જાણવા માગ્યું હતું કે ભવિષ્યમાં રોકાણકારોની મૂડીને મોટી વધઘટથી બચાવવા સેબી કયા પ્રકારનાં પગલાં લેવા માગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp