નાણાં મંત્રાલયે એવું તે શું કહ્યું કે, આ શેર 22 ટકા તૂટી ગયા

PC: manufacturingtodayindia.com

કેબલ બનાવતી કંપની પર આવકવેરા વિભાગે થોડા દિવસો પહેલા દરોડા પાડેલા જેને કારણે કંપનીને મોટો ફટકો પડ્યો હતો. હવે નાણાં મંત્રાલયના નિવેદન પછી આ કંપનીના શેરમાં વેચવાલીનું એટલું ભારે તોફાન આવ્યું છે કે શેરનો ભાવ ધડામ કરીને પટકાયો છે. આ કંપનીનું નામ છે પોલીકેબ. ભારે વેચવાલીને કારણે શેરના ભાવમાં 22 ટકા જેટલું મોટું ગાબડું પડી ગયું હતું. , પોલિકેબ ઈન્ડિયાનો શેર BSE પર 22.4 ટકા ઘટીને રૂ. 3,812.35ની નીચી સપાટીએ પહોંચ્યો છે. જ્યારે, 14 ડિસેમ્બર, 2023ના રોજ, કંપનીનો શેર રૂ. 5,722.90ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એક જ મહિનામાં પોલીકેબનો શેર પટકાઇ ગયો.

આવકવેરા વિભાગે 22 ડિસેમ્બર 2023ના દિવસે પોલીકેબ ઇન્ડિયાના 50 સ્થળોએ દરોડા પાડ્યા હતા. મહારાષ્ટ્ર, પુણે, ઔરંગાબાદ, મુંબઇ, નાસિક, દમણ અને દિલ્હી સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

હવે 10 જાન્યુઆરીને બુધવારે આ મામલે કેન્દ્રીય નાણાં મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પોલીકેબ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં દસ્તાવેજો અને ડિજિટલ ડેટા તરીકે મોટી સંખ્યામાં આપત્તિજનક વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

મંત્રાલયે આગળ કહ્યું કે,આ પુરાવા દર્શાવે છે કે કંપનીએ કેટલાક અધિકૃત વિતરકો સાથે મળીને કરચોરી કરી છે. પ્રારંભિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કંપનીએ તેની કરપાત્ર આવક છુપાવવા માટે મોટા પ્રમાણમાં માલસામાનનું રોકડમાં વેચાણ કર્યું હતું અને બિનહિસાબી ખરીદીઓ માટે રોકડ ચૂકવણી પણ કરવામાં આવી હતી. આ સિવાય કંપનીએ ટ્રાન્સપોર્ટ અને કોન્ટ્રાક્ટરના એવા ખર્ચ દર્શાવ્યા હતા જે વાસ્તવમાં કરવામાં આવ્યા ન હતા.

કંપનીના સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં મળી આવેલા પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે પોલીકેબે અંદાજે રૂ. 1000 કરોડનું બિનહિસાબી રોકડ વેચાણ કર્યું છે. જેનો રેકોર્ડકંપની પાસે ઉપલબ્ધ ન હતા. દરોડામાં એવું બહાર આવ્યું છે કે એક વિતરક કંપની (પોલીકેબ) વતી કાચા માલની ખરીદી માટે 400 કરોડ રૂપિયાથી વધુની રોકડ ચૂકવણી કરી હતી, આને લગતા પુરાવા પણ આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

 

આ સિવાય પોલીકેબ 

કાચા માલની ખરીદી સંબંધિત વધુ માહિતી આવકવેરા વિભાગને આપી શકી નથી. ઉપરાંત, આશરે રૂ. 100 કરોડના કરાર ખર્ચ, ખરીદી અને ટ્રાન્સ્પોટેશન ખર્ચ અંગેની સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ ન હતી.

આવકવેરા વિભાગના દરોડામાં 4 કરોડ રૂપિયા કરતા વધારે રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આ કેશનો કંપની પાસે કોઇ હિસાબ નહોતો. પોલીકેબના 25 બેંક લોકર્સને પણ સીઝ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp