ટાટા ટેક્નોલોજી પછી હવે ટાટા ગ્રુપ બીજા 8 IPO લાવી રહી છે
ટાટા ટેક્નોલોજીનો IPO નવેમ્બર 2023માં આવ્યો હતો અને તેમાં રોકાણકારોએ જબરી કમાણી થઇ છે. હવે ટાટા ગ્રુપ આગામી દિવસોમાં 8 IPO લઇને આવી રહ્યું છે. જો તમે પૈસા રોકવા માંગતા હોય તો અત્યારથી બચાવીને રાખી મુકજો. જાણવા મળેલી માહિતી મુજબ આગામી 2થી 3 વર્ષની અંદર આ IPO આવી શકે છે.
ટાટા ગ્રુપ આગામી દિવસોમાં ટાટા કેપિટલ, ટાટા ઓટોકોમ્પ સીસ્ટમ, ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલીટી, ટાટા ડિજિટલ, ટાટા ઇલેકટ્રોનિક્સ, ટાટા હાઉસીંગ, ટાટા બેટરીઝ અને બિગ બાસ્કેટ જેવી કંપનીઓના IPO લાવશે. ટાટા ગ્રપ 2027 સુધીમાં ડિજિટલ, રિટેલ, સેમીકંડકટર, ઇલેક્ટ્રીક વાહન બેટરીઝ જેવા નવા સેગમેન્ટમાં 90 બિલિયન ડોલરનું રોકાણ કરશે.
નોંધ- શેરબજારમાં રોકાણ કરતા વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp