સચિન તેંદુલકરે જેમાં રોકાણ કર્યું છે તે કંપનીનો 760 કરોડનો IPO આવી રહ્યો છે

PC: twitter.com

ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડી અને જેમની ક્રિક્રેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે તેવા સચિન તેંડુલકરે જે કંપનીમાં રોકાણ કર્યું છે તે કંપનીનો IPO આગામી સપ્તાહમાં ખુલી રહ્યો છે.

સચિન તેંડુલકરે જે કંપનીમાં રોકાણ કર્યું છે તે કંપની તેલંગાણાની છે અને કંપનીનું નામ આઝાદ એન્જિનિયરીંગ છે. કંપનીનો IPO 20 ડિસેમ્બરે ખુલવાનો છે અને 22 ડિસેમ્બરે બંધ થવાનો છે. એ પછી કંપનીના શેરો BSE-NSEમાં લિસ્ટીંગ થશે. કંપનીએ 499-524 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ રાખ્યો છે અને મિનિમમ લોટ 28 શેરનો છે.

 આઝાદ એન્જિનિયરીંગ કંપની એરો સ્પેસ, સંરક્ષણ ઉર્જા, તેલ અને ગેસ ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયરીંગના સાધનો પુરા પાડવાનું કામ કરે છે. ગ્રે માર્કેટમાં કોઇ પ્રીમિયમ ચાલતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp