ક્યારે આવશે પતંજલિ IPO, બાબા રામદેવે કર્યો ખુલાસો

PC: businesstoday.in

આજકાલ લગભગ દરેક કંપની પોતાના IPO લઈને આવી રહી છે. લોકો ઘણા દિવસોથી Zomato IPOની રાહ જોઈ રહ્યા હતા, જેને હાલ દેશનો સૌથી મોટો IPO જણાવવામાં આવી રહ્યો છે. હવે આ જ ક્રમમાં સ્વામી રામદેવની આયુર્વેદ કંપની પતંજલિ પણ પોતાનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. બાબા રામદેવે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, પતંજલિ IPOને લઈને આ જ વર્ષના અંત સુધીમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

સ્વામી રામદેવે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ વર્ષે પતંજલિ IPO લોન્ચ કરવાની કોઈ યોજના નથી, પરંતુ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેના પર નિર્ણય કરવામાં આવી શકે છે. બાબા રામદેવે કહ્યું કે, ટૂંક સમયમાં જ પતંજલિના IPO પર નિર્ણય લેવામાં આવશે. પતંજલિ IPO વિશે આ વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે, તેઓ હાલ રુચિ સોયાના 4300 કરોડ રૂપિયાના ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) કરતા પહેલા વિવિધ સંસ્થાગત નિવેશકોને મળવામાં વ્યસ્ત છે. એટલે કે રામદેવ પતંજલિના વિસ્તાર પર ધ્યાન આપી રહ્યા છે.

બાબા રામદેવ ખાસ કરીને ખાદ્ય તેલ વ્યવસાયને વધારવા માગે છે. તેમણે કહ્યું કે, રુચિ સોયા ઈશ્યૂ માટે ઈન્વેસ્ટર્સ પોતાની રુચિ દર્શાવી રહ્યા છે અને તેઓ તેની કિંમત તમામ શેરધારકોના હિતમાં નક્કી કરશે. બાબા રામદેવે કહ્યું કે, રુચિ સોયામાં સંભવિત નિવેશકોને ખુશી મળી શકે છે કે, કંપની પોતાને એક પ્રમુખ FMCG કંપનીમાં બદલવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, અમે એ સુનિશ્ચિત કરીશું કે કમોડિટી વ્યવસાયની સાઈઝ પણ વધે.

રુચિ સોયામાં પ્રમોટર સ્ટેક 98.9 ટકા છે અને તેને ડિસેમ્બર 2022 સુધી તેને ઘટાડીને 75 ટકા કરવાનો છે. બાબા રામદેવે કહ્યું કે, તેમનું લક્ષ્ય બે વર્ષની અંદર કંપનીને દેવા મુક્ત કરવાનું છે. કંપનીનું કહેવુ છે કે, FPOમાંથી મળનારી રકમમાંથી 2663 કરોડ રૂપિયા દેવુ ઉતારવામાં અને 593.4 કરોડ રૂપિયા વર્કિંગ કેપિટલ પર ખર્ચ કરવામાં આવશે. બાકી રકમ જનરલ કોર્પોરેટ પર્પઝ માટે ઉપયોગમાં લેવાશે.

પતંજલિએ નાણાકીય વર્ષ 2021માં 30000 કરોડ રૂપિયા કરતા વધુનો કારોબાર કર્યો. તેમાંથી રુચિ સોયાએ વેચાણમાં 16318 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું. નાણાકીય વર્ષ 2020માં વેચાણ 25000 કરોડ રૂપિયા રહ્યું, જેમાંથી 13117 કરોડ રૂપિયાનું યોગદાન રુચિ સોયાએ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp