Zomatoએ બદલી ચાલ, ફટકારી નાખી સદી, 6 મહિનામાં જ પૈસા ડબલ!

PC: india.com

ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની Zomatoના શેરોમાં તેજીનો સિલસિલો ચાલી રહ્યો છે. જૂન ત્રિમાસિકના પરિણામોએ શેરમાં જીવ ફુંકવાનું કામ કર્યું છે. ગત ગુરુવારે Zomatoએ પહેલા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા હતા. કંપની પહેલી વખત ખોટમાંથી નફામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિકમાં કંપનીને 2 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ (નફો) થયો છે, જ્યારે Zomatoને એક વર્ષ અગાઉની સમાન અવધિમાં 186 કરોડ રૂપિયાની શુદ્ધ ખોટ ગઇ હતી.

તો રેવેન્યૂ પણ વાર્ષિક આધાર પર લગભગ 71 ટકા વધી છે. નફામાં કંપની આવતા જ શેરમાં તેજી ચાલી રહી છે. છેલ્લા 5 દિવસમાં Zomatoના શેર લગભગ 14 ટકા ચડી ચૂક્યા છે. જો કે, સોમવારે 1.68 ટકા શેર ચડીને 97 રૂપિયા બંધ થયા. જ્યારે કારોબાર દરમિયાન શેરે 102.85 રૂપિયાના સ્તરનો સ્પર્શ કર્યો. શેર પણ 18 મહિનાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા છે. આજથી બરાબર 6 મહિના અગાઉ Zomatoના શેર 50 રૂપિયાથી પણ નીચે હતા જે હવે વધીને 100 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે.

એટલે 6 મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ થઇ ગયા છે. શેરે છેલ્લા એક વર્ષમાં 75 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીએ ભલે 2 કરોડ રૂપિયાનો નફો દેખાડ્યો છે, પરંતુ શેરની ચાલ બદલાઇ ગઇ છે. જૂન ત્રિમાસિકમાં Zomatoની આવક લગભગ 70.9 ટકા વધીને 2,416 કરોડ રૂપિયા રહી. આ અગાઉ ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં તે 1,414 કરોડ રૂપિયા રહી હતી. કંપનીના ખોટમાંથી નફામાં આવવાના કારણોનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, દેશમાં મોંઘવારી દરમાં કમી આવવા સાથે ડિમાન્ડ વધવા અને તેની લોયલ્ટી પ્રોગ્રામથી થયેલા ફાયદાથી પહેલા ત્રિમાસિકમાં આવકમાં વધારો થયો છે.

ત્રિમાસિકના પરિણામો પર ધ્યાન આપીએ તો એપ્રિલ-જૂનમાં સમેકિત આયોજિત EBITDA 12 કરોડ રૂપિયા રહ્યો. જો કે, એક વર્ષ અગાઉ ત્રિમાસિકમાં તેને 152 કરોડનો EBITDA નુકસાન થયું હતું. વિશ્લેષકોએ આશા વ્યક્ત કરી હતી કે Zomato આ ત્રિમાસિકમાં 200 કરોડ રૂપિયા સુધી EBITDA નુકસાન નોંધાશે, તેનું પરિણામ આ અનુમાનથી વિરુદ્ધ આવ્યું છે. સમાયોજિત EBITDA માર્જિન 0.4 ટકા રહ્યું, જે વર્ષ દર વર્ષ 900 આધાર અંકોના સુધારના સંકેત આપી રહ્યા છે. Zomato મુજબ જૂન 2023ના મહિનામાં પહેલી વખત Blinkit કારોબારનું યોગદાન પોઝિટિવ રહ્યો છે.

Zomatoના CEO દીપિન્દર ગોયલે ત્રિમાસિકના પરિણામો પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે પોતાના બિઝનેસને ઓછો જટિલ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ અને પોતાના કારોબારમાં સારા લોકોને સારી જગ્યા પર રાખી રહ્યા છે. Zomatoના CFO અક્ષત ગોયલે કહ્યું કે, અમને આશા છે કે અમારો બિઝનેસ આગામી સમયમાં પણ લાભદાયક બન્યો રહેશે અને અમે પોતાના એડજસ્ટેડ રેવેન્યૂમાં 40 ટકા કરતા વધુનો વાર્ષિક ગ્રોથ યથાવત રાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp