ચૂંટણી વચ્ચે રોકેટ બન્યા શેર, EVM-VVPAT બનાવે છે આ કંપની, 1 વર્ષમાં પૈસા ડબલ

PC: ndtv.com

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને તેના 5 ચરણનું મતદાન થઈ ચૂક્યું છે અને ઉમેદવારોનું નસીબ EVMમાં કેદ થઈ ચૂક્યું છે, પરંતુ શું તમે જાણો છો આ EVM ભારતમાં કઇ કંપની બનાવે છે? શેર બજારમાં લિસ્ટેડ નવરત્ન કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની મેન્યૂફેક્ચરર છે અને ચૂંટણીઓ વચ્ચે તેના શેર રોકેટની ગતિએ ભાગતા પોતાના રોકાણકારોને માલામાલ કરી રહ્યા છે.

ડિફેન્સ સેક્ટરની કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની દેશમાં થનારી ચૂંટણીઓમાં મોટી ભૂમિકા રહે છે. આ જ કંપની ચૂંટણી પંચ માટે EVM-VVPAT મશીનો બનાવે છે. તેના શેરોમાં શાનદાર તેજી જવા મળી રહી છે. શરૂઆતી કામકાજ દરમિયાન જ આ સ્ટોકમાં લગભગ 9 ટકાની તેજી સાથે ઉછાળ જોવા મળ્યો. ડિફેન્સ સેક્ટરની આ કંપની ચૂંટણી પંચ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPAT પણ બનાવે છે.

ગયા વર્ષે આ સરકારી કંપનીના શેરોમાં લગભગ અઢી ગણી તેજી જોવા મળી હતી. મંગળવારે શેર બજારની શરૂઆત ઘટાડા સાથે લાલ નિશાન પર થઇ, એ છતા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર જોરદાર તેજી સાથે ખૂલ્યા અને થોડી જ મિનિટોમાં લગભગ 9 ટકા ઉછળીઓ 283 રૂપિયા પર પહોંચી ગયા. આ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર 52 વીક હાઇ લેવલ છે. શેરોમાં આવેલી તેજીના કારણે આ નવરત્ન કંપનીની માર્કેટ કેપિટલાઈઝેશન પણ વધીને 2.03 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ સરકારી કંપનીના શેરોમાં પૈસા લગાવનારા રોકાણકારોને પણ જોરદાર ફાયદો થઈ રહ્યો છે. તેનો અંદાજો એ પરથી લગાવી શકાય છે કે BEL શેરે પોતાના રોકાણકારોને વર્ષમાં જ 152 ટકા કરતા વધુનું રિટર્ન આપ્યું છે. એટલે કે એક વર્ષમાં તેમની રકમ લગભગ અઢી ગણી થઈ ગઈ છે. છેલ્લા 5 દિવસમાં આ શેર 21.55 ટકા ઉછળ્યાં છે, તો દેશમાં લોકસભાની ચૂંટણી શરૂ થયા બાદ લગભગ મહિનામાં 19 ટકા ચઢ્યા છે. વર્ષ 2024માં અત્યાર સુધી આ સ્ટોકની કિંમતમાં લગભગ 51 ટકાની તેજી આવી છે.

એટલું જ નહીં BEL શેરની કિંમતમાં છેલ્લા 5 વર્ષમાં 643 ટકાની તેજી નોંધાઈ છે. આ હિસાબે આ સરકારી કંપણીના શેર પોતાના રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થાય છે. શેરમાં ચાલી રહેલી ગતિના કારણે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Jefferiesએ આ શેરની BUY રેટિંગ કાયમ રાખી છે. ઉલ્લેખનીય છે કે BELએ હાલમાં જ પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ જાહેર કર્યા હતા જે શાનદાર રહ્યા છે. કંપનીનો નેટ પ્રોફિટ નાણાકીય વર્ષ 2023-24ની જાન્યુઆરી ત્રિમાસિકમાં 30 ટકા વધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp