આલોક ઇન્ડ્સ્ટ્રીઝના શેર વિશે જાણકારો બુલિશ, અત્યારે 30 રૂપિયાનો ભાવ

આલોક ઇન્ડસ્ટ્રીઝ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીની માલિકીની કંપની છે. 5 વર્ષ પહેલાં મુકેશ અંબાણીએ જે એમ ફાયનાન્સીયલ સાથે મળીને લગભગ 75 ટકા હિસ્સો ખરીદી લીધો હતો, જેમાં મુકેશ અંબાણીનો 40 ટકા અને જેમ ફાયનાન્શીઅલનો 35 ટકા જેટલો હિસ્સો હતો.

આલોક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના 1986માં થઇ હતી અને સિલવાસામાં પોલીયેસ્ટર મેન્યુફેકચરીંગ કંપની છે. જાણવા મળેલી વિગત મુજબ આલોક ઇન્ડસ્ટ્રીઝ લગભગ 3700 કરોડ રૂપિયાની લોન એક્સિસ બેંક અને સ્ટેટ બેંક પાસેથી લીધી છે. જે વિસ્તરણ અને દેવા ચૂકવવા માટે વપરાશે.

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરનો ભાવ અત્યારે 30 રૂપિયા ચાલી રહ્યો છે, જે શોર્ટ ટર્મમાં 48 રૂપિયા સુધી પહોંચી શકે છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખ્યા છે, શેરબજારમાં તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp