3 રાજ્યોમાં BJPની જીત બાદ અદાણી ગ્રુપના સ્ટોક બન્યા રોકેટ!

PC: Bloomberg.com

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપાની બંપર જીત પછી ભારતીય બજાર નવી રેકોર્ડ ઊંચાઈ પર છે. સેંસેક્સે આજે 68587.82નો નવો રેકોર્ડ હાઈ બનાવ્યો તો નિફ્ટીએ પણ પહેલીવાર 20600નું સ્તર પાર કર્યું. પાછલા ઘણાં સેશનથી ચાલી રહેલા અદાણી ગ્રુપના શેરોમાં તેજીએ આજે નવી ગતિ પકડી લીધી છે.

અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર તેજી

શેર માર્કેટ ખુલતા જ અદાણી ગ્રુપના દરેક શેરોમાં 3.5-10 ટકા સુધીની તેજી જોવા મળી. અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી, અટાણી ટોટલ ગેસ , અદાણી ગેસમાં 8-10 ટકા સુધીની તેજી છે. જ્યારે અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝમાં 7.5 ટકાથી વધારાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂપિયાને પાર

અદાણી ગ્રુપના શેરોમાં આ તેજીના પગલે ગ્રુપનું માર્કેટ 12.36 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. 1 ફેબ્રુઆરી 2023 પછી પહેલીવાર 12 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે. માર્કેટ ખુલ્યાના શરૂઆતી 20 મિનિટમાં અદાણી ગ્રુપના શેરોના માર્કેટ કેપમાં 1.14 લાખ કરોડ રૂપિયા જોડી દીધા.

અદાણી ગ્રુપ પોતાને ભારતમાં એક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેયરના રૂપમાં પોતાની મોજૂદગીને વધારે મજબૂત કરવા માટે આવતા 10 વર્ષોમાં કેપિટલ એક્સપેંડીચર પર 7 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. અદાણી ગ્રુપની આ યોજનાથી પણ શેરોને સપોર્ટ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાની ક્લીન સ્વીપ પછી બજારમાં મજબૂતીની વચ્ચે સોમવારે ઈન્ટ્રાડે ટ્રેડમાં BSE પર અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં 15 ટકા સુધીની તેજી આવી.

અદાણી ગ્રીન એનર્જી 15 ટકા વધીને 1178 રૂપિયા, અદાણી એનર્જી સોલ્યૂશંસ 14 ટકા વધીને 975.05 રૂપિયા, અદાણી ટોટલ ગેસ 14 ટકા વધીને 800 રૂપિયા અને અદાણી પાવર 13 ટકા વધીને 495 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

અદાણી એન્ટરપ્રાઈઝ 10 ટકા વધીને 2598.50 રૂપિયા, NDTV 7 ટકા તેજીની સાથે 235.05 રૂપિયા, અદાણી પોર્ટ્સ 7 ટકા વધીને 883 રૂ., અદાણી વિલ્મર પણ 7 ટકા તેજીની સાથે 365 રૂપિયા પર પહોંચી ગયો. એસીસી અને અંબુજા સિમેન્ટ્સ ક્રમશઃ 5 ટકા વધીને 1995 રૂપિયા અને 462.50 રૂપિયા પર પહોંચી ગયો.

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ અને બજાર નિયામક SEBI દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર પોતાનો ચૂકાદો સુરક્ષિત રાખતા કહ્યુ કે, તેમણે 24માંથી 22 મામલાઓમાં પોતાની તપાસ પૂરી કરી લીધી છે.

રોકાણકારો એ વાતથી ઉત્સાહિત હતા કે અદાણી ગ્રુપ સામે કોઈ પ્રતિકૂળ રિપોર્ટ નહોતી. જોકે અદાણી પાવર અને અદાણી પોર્ટને છોડીને ગ્રુપના બાકીના શેરોએ 2023માં માર્કેટમાં નબળું પ્રદર્શન કર્યું છે. કારણ કે હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોએ કંપનીના શેરોમાં ભારે ઘટાડો નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp