સોનાએ શેરબજારને માત આપી,2024માં હમણાં સુધી બજારને ભારી પડ્યું,ખરીદવું યોગ્ય કે..
આજકાલ લોકો ઝડપથી પૈસા કમાવવા અને વધુ વળતર મેળવવા માટે શેરબજારમાં રોકાણ કરે છે. સોનામાં રોકાણને લાંબા ગાળાના રોકાણ તરીકે ગણવામાં આવે છે, કારણ કે તે સામાન્ય રીતે તે ધીમું વળતર આપતું સાધન માનવામાં આવે છે. પરંતુ 2024માં અત્યાર સુધી સ્થિતિ ઉલટી જોવા મળી છે. પ્રથમ 6 મહિનામાં સોનાએ શેરબજાર કરતાં વધુ સારું વળતર આપ્યું છે. રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 70,610 રૂપિયા છે, જ્યારે તમને 22 કેરેટ સોનું 67,250 રૂપિયામાં મળી શકે છે.
શેરબજારમાં વળતર માપવા માટે, બેન્ચમાર્કને પરિમાણો તરીકે લેવામાં આવે છે, જેમાં BSE સેન્સેક્સ અને નિફ્ટી50નો સમાવેશ થાય છે. જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો, નિફ્ટી50એ અત્યાર સુધીમાં 10.50 ટકા વળતર આપ્યું છે, જ્યારે BSE સેન્સેક્સે રોકાણકારોને 9.50 ટકા વળતર આપ્યું છે. આ બંનેની સરખામણીમાં જો આપણે સોનાની વાત કરીએ તો, તે રોકાણકારોને તેમના નાણાં પર 13 ટકા વળતર આપી ચૂક્યું છે. હાલ સોનાની કિંમત 74,000 રૂપિયાની ઉપર જઈને પાછી આવી છે.
જો કે, અમે તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે સોનાની કિંમતમાં વધારો વૈશ્વિક સ્તરે ઉથલપાથલને કારણે થાય છે. તે પરિસ્થિતિઓને કારણે શેરબજારમાં ઘટાડો થાય છે. પરંતુ અહીં બંનેમાં સારું રિટર્ન જોવા મળ્યું છે, પરંતુ સોનાએ શેરબજારને પાછળ છોડી દીધું છે.
સોનાના ભાવમાં આટલા વધારા પાછળ કેટલાક કારણો છે, જે જાણી લેવું જરૂરી છે. પ્રથમ કારણ મધ્ય પૂર્વમાં પ્રવર્તી રહેલ ભૌગોલિક રાજકીય તણાવ છે. જો કે, સમગ્ર વિશ્વમાં લોકો સોનામાં રોકાણ કરતા હોવાથી, ગમે ત્યાં ઊભી થતી ખરાબ પરિસ્થિતિઓ સોનું ખરીદવાનું કારણ બની જાય છે. આ ઉપરાંત, એવું માનવામાં આવે છે કે, US ફેડ આ વર્ષના બીજા ભાગમાં (છેલ્લા 6 મહિના, જે આજથી શરૂ થાય છે) તેની નાણાકીય નીતિમાં થોડી છૂટ આપી શકે છે.
બીજું એક વધારામાં ચીની શેરબજારનું સારું પ્રદર્શન ન કરવાનું પણ હોઈ શકે છે. ચીનમાં લોકો શેરબજારમાં રોકાણ કરવા કરતાં સોનામાં રોકાણ કરવાનું વધુ સારું માને છે. તેમના માટે સોનું એવું રોકાણ બની ગયું છે કે, તેનો બીજો કોઈ વિકલ્પ જ નથી. તેને અંગ્રેજીમાં TINA (There Is No Alternative) કહે છે. ચીનના લોકો છેલ્લા કેટલાક સમયથી ભરી ભરીને રિટેલમાં સોનું ખરીદી રહ્યા છે, જેના કારણે માંગ વધી છે અને સોનાના ભાવમાં વધારો થયો છે.
SS વેલ્થસ્ટ્રીટના સ્થાપક સુગંધા સચદેવા કહે છે કે, આ વર્ષના અંત સુધીમાં સોનાનું નીચલું સ્તર રૂ. 67,800 થી રૂ. 68,250 પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે. ઉપરની તરફ કિંમતો રૂ. 80,000 સુધી જઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમારે ખરીદવું હોય તો, સોનાની કિંમત ઘટે ત્યારે ખરીદો. આ તમને નીચલા સ્તરે સોનામાં વધુ સારું રોકાણ કરશે, જે લાંબા ગાળે વધુ સારું વળતર આપવાની ક્ષમતા ધરાવશે.
નોંધ: શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમે તમારા બજાર નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp