રોકાણકારોનો ભરોસો જીતવા માટે અદાણી ગ્રુપનો નવો દાવ, શું બનશે વાત?
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડેનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપને માઠી રીતે પ્રભાવિત કર્યું છે. કંપનીના ઘટતા શેરોના કારણે રોકાણકારોનો ભરોસો સતત અદાણી ગ્રુપ પરથી તૂટી રહ્યું છે. એવા સમાચાર મળી રહ્યા છે કે, રોકાણકારોને ભરોસાને જીતવા માટે અદાણી ગ્રુપ મોટી તૈયારીમાં છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ, ઇન્વેસ્ટર્સના વિશ્વાસને કાયમ રાખવા માટે અદાણી ગ્રુપ એક ફિક્સ્ડ ઇનકમવાળો રોડ શૉ આયોજિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
હિંડનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપના બિઝનેસ સાથે સાથે તેની છબીને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, કહેવામાં આવી રહ્યું છે કે 27 ફેબ્રુઆરીએ સિંગાપુરમાં એક રોડ શૉ થશે અને તેમાં અદાણી ગ્રુપના મુખ્ય નાણાંકીય અધિકારી જુગેશિંદર સિંહ ભાગ લેશે. રોડ શૉ બાદ આ પ્રકારનો વિશ્વાસ રાખવા માટે બેઠકો હોંગકોંગમાં 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે આયોજિતની કરવામાં આવશે.
ગ્રુપે બાર્કલેજ, BNP પરિબાસ, DBS બેંક, ડ્યુશ બેંક, અમીરાત NBD કેપિટલ, ING, IMI ઇન્ટેસા સાનપોલો, MUFG, મિજુહો, SMBC નિક્કો અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક કથિત રીતે આગામી અઠવાડિયામાં બેંકોને રોડ શૉમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે. અમેરિકાની શૉર્ટ સેલિંગ હિંડનબર્ગ રિસર્ચ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર શેલ ફર્મોના માધ્યમથી સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત રિપોર્ટે અદાણીના શેરોમાં ભારે ઉથલ-પાથલ મચાવી છે.
આ કારણે કેટલીક કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશન (Mcap)માં લગભગ 60-70 ટકાનો ઘટાડો આવ્યો છે. ગૌતમ અદાણીના નેતૃત્વવાળી 7 લિસ્ટેડ ફર્મોના માર્કેટ વેલ્યૂમાં લગભગ 140 અબજ ડૉલરનું નુકસાન થયું છે. જો કે અદાણી ગ્રુપે હિંડનબર્ગના આરોપોનું ખંડન કર્યું છે. જો કે આ પહેલી વખત નથી જ્યારે અદાણી ગ્રુપના રોકાણકારોનો વિશ્વાસ માટે કંઈક કરી રહ્યું છે. આ અગાઉ અદાણી ગ્રુપે કહ્યું હતું કે, કંપની પાસે મજબૂત કેશ ફ્લો છે અને તેનો બિઝનેસ પ્લાન પૂરી રીતે ફંડેડ છે.
રોકાણકારોની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસમાં અદાણી પહેલા જ આ મહિનાની શરૂઆતમાં બોન્ડહોલ્ડર્સ સાથે વાત કરી હતી, જ્યાં ગ્રુપના અધિકારીઓએ કંપનીના કેટલાક યુનિટ્સને રિફાઇનાન્સ સાથે કંપનીઓને સુરક્ષિત બધી લોનને પૂરી રીતે પ્રી-પેમેન્ટ કરવાની યોજના પર ચર્ચા કરી હતી. 24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર પોતાનો રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં શેરોના હેરફેર અને લોનને લઈને મોટા દાવા કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણીના શેરોમાં જે ઘટાડો આવ્યો છે, તેના કારણે અદાણી ગ્રૂપુના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 12 લાખ કરોડ રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે અને 100 અબજ ડોલર નીચે પહોંચી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp