2 જૂને કેજરીવાલે કહ્યુ- 3 જૂને માર્કેટ ઉપર જશે ત્યારે આ લોકો શેર વેચી નિકળી જશે

PC: x.com/ArvindKejriwal

સરેન્ડર કરવા જવા પહેલા CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, એક્ઝિટ પોલમાં ભાજપની આટલી બધી સીટો એટલે દેખાય છે કારણ કે આ લોકોએ શેર માર્કેટમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું છે, જ્યારે 3 તારીખે શેર માર્કેટ ખૂલશે અને બમ્પર આંકડા આંબશે, ત્યારે આ લોકો પોતાના શેર વેચીની નિકળી જશે. ઉલ્લેખનીય છે કે, 3 જૂને એક્ઝિટ પોલના આંકડા બાદ શેર બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

તિહાર જેલમાં આત્મસમર્પણ કરતા પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ નકલી છે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠકો છે, પરંતુ એક્ઝિટ પોલે ભાજપને 25માંથી 33 બેઠકો આપી દીધી છે, જો કે એવું પણ બની શકે છે કે ઉપરથી એવું આવ્યું હોય કે ભાજપને વધુ બેઠકો આપવી પડે. કેજરીવાલે કહ્યું કે ચૂંટણી પરિણામોના ત્રણ દિવસ પહેલા નકલી એક્ઝિટ પોલ કરાવવાની શું જરૂર હતી?

પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કેજરીવાલે એક્ઝિટ પોલને લઈને ચાર થિયરીઓ ગણાવી દીધી હતી. કેજરીવાલે કહ્યું કે એક થિયરી ચાલી રહી છે કે 'તેઓએ આ મશીનો સાથે ગરબડ કરી છે, પરંતુ હું ઈન્ડિયા બ્લોકના તમામ પક્ષોને કહેવા માંગુ છું કે તેઓ તેમના કાઉન્ટિંગ એજન્ટોને સંપૂર્ણપણે સતર્ક રહેવા જણાવે. જો હારી પણ ગયો હોતો તમે અંત સુધી ઉભા થઈને આવતા નહીં. કેજરીવાલે કહ્યું કે તમામ બૂથ પર 5 ટકા EVM મશીન સ્લિપ લેવામાં આવે છે, તે 5 ટકા EVM સ્લિપનું મેચિંગ VVPAT સ્લિપ સાથે કરવામાં આવે છે, VVPAT પરની સ્લિપની ગણતરી કરવામાં આવે છે. જો મેચ ન થાય તો ત્યાં ચૂંટણી રદ થાય છે. કેજરીવાલે કહ્યું કે જો તમે આ ચેકિંગ કરશો તો આપણે EVM કૌભાંડને બચાવી શકીશું. તેમણે કહ્યું કે EVM અને VVPAT નું મેચિંગ અંત સુધી કરાવવાનું છે.

કેજરીવાલે કહ્યું કે, બીજી થિયરી એ ચાલી રહી છે કે, એક્ઝિટ પોલમાં તેમણે વધારે સીટ એટલા માટે બતાવી કારણ કે એ લોકોએ શેરબજારમાં મોટા પાયે રોકાણ કરી રાખેલું છે, કાલે શેરબજાર ખુલે અને બંપર ઉંચાઇએ પહોંચે તો આ લોકો તેમાંથી નફો ગાંઠીને નિકળી જાય.

અરવિંદ કેજરીવાલે ત્રીજી થયિરી ગણાવતા કહ્યું કે, આગામી ત્રણ દિવસમાં નોકરશાહી પર દબાણ લાવવા અને તેમને ખોટું કામ કરાવવા માટે એક્ઝિટ પોલ દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે અમે જ આવવાના છીએ, તો અમારી વાત માનો.

ચોથી થિયરી બતાવતા કેજરીવાલે કહ્યું કે, 'જો એક્ઝિટ પોલમાં ગઈકાલે જ ઓછી સીટો બતાવી હોત, તો શક્ય છે કે RSS અને ભાજપમાં આ બંને વિરુદ્ધ બળવો કાલે જ શરૂ થઈ ગયો હોત અને 4 જૂન સુધી રાહ જોવી ન પડી હોત.

પાર્ટી ઓફિસમાં કેજરીવાલે કાર્યકરોને કહ્યુ કે, આપણે સતર્ક રહેવું પડશે.હું માનું છુ કે 4 જૂને તેમની સરકાર બનવાની નથી. એક્ઝિટ પોલથ બિલકુલ ગભરાવવાની જરૂર નથી. એ લોકો તમારી સાથે માઇન્ડ ગેમ રમી રહ્યા છે.એ આત્મવિશ્વાસ રાખવાનો છે કે આપણે જ જીતી રહ્યા છે. આ ચૂંટણી કોઇ પાર્ટી કે નેતા વિશેષ માટે નથી, પરંતુ દેશને બચાવવા માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp