શેરબજારમાં રોકાણ કરતા પહેલાં આટલી વાત જાણી લો

PC: tradebrains.in

શેરબજારમાં એવા ઘણા લોકો હોય છે જેઓ પૈસા ગુમાવતા હોય છે. આવા લોકો પૈસા કેમ ગુમાવે છે? તેના કારણો જાણી લો તો તમને ખબર પડશે કે શેરબજારમાં રોકાણ કરતી વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી છે.મોટાભાગના રોકાણકારો જાણકારી મેળવ્યા વગર જ શેરબજારમાં રોકાણ માટે ઝંપલાવી દે છે. આવા લોકો કોઇકની સલાહ પર રોકાણ કરી નાંખે છે પછી ભેરવાઇ જાય છે. શેરબજારમાં કહેવાય છે કે લર્નિંગ સાથે અર્નિંગ થઇ શકે. મતલબ કે તમારે પહેલા જાણકારી મેળવવી પડે અને પછી જ રોકાણ કરવું જોઇએ. જો તમારી પાસે સમય ન હોય તો શેરબજારના નિષ્ણાતોની સલાહ લઇને રોકાણ કરવું.

ઘણા લોકો બજારમાં મોટા ગાબડાં પડે એટલે ગભરાઇને શેરબજારમાંથી નિકળી જાય છે. સાચો રોકાણકાર મંદીના સમયમાં વધારે ખરીદી કરે છે. પેની સ્ટોરમાં ખરીદી કરીને કેટલાંક લોકો ભેરવાઇ જાય છે. પેની સ્ટોકથી દુર રહેવું જોઇએ તેને બદલે સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળી કંપનીમાં રોકાણ કરવું જોઇએ.

વધુ નફાની લાલચમાં કેટલાંક ભેરવાઇ જાય છે. જો તમને યોગ્ય નફો મળતો હોય તો તમારે વેચીને નિકળી જવું જોઇએ. ઘણા લોકો સોશિયલ મીડિયા પર સલાહ આપતા લોકોને રવાડે ચઢી જાય છે. નિષ્ણાતોની પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp