LICના શેરમાં રોકાણકારોની ભારે ખરીદી, ભાવ 10 ટકા ઉછળી ગયો, જાણો કારણ
LICના શેરમાં એકાએક રોકાણકારોની ભારે લેવાલીને કારણે શેરનો ભાવ રોકેટગતિએ ઉછળી ગયો હતો.સવાલ એ છે કે LICમાં એવું તે શું થયું કે શેરના ભાવમાં મોટો ઉછાળો આવી ગયો.
દેશની સૌથી મોટી વીમા કંપની LICના શેરમાં શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં 10 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. BSE પર શેર 9.69 ટકા વધીને રૂ. 677.65 પર બંધ થયો હતો. દિવસના ટ્રેડીંગ દરમિયાન BSE પર LICનો ભાવ 10.35 ટકા વધીને રૂ. 681.80ના લેવલે પહોંચ્યો હતો.
નેશનલ સ્ટોક એકસ્ચેન્જ (NSE)પર શેર 9.71 ટકા વધીને રૂ. 677.70 પર બંધ થયો હતો. શેરબજારમાં ઉછાળાને કારણે LICનું માર્કેટ કેપ રૂ. 37,855.12 કરોડ વધીને રૂ.
LICના શેરમાં તેજીનું કારણ એ કે LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતી દ્વારા ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલું નિવેદન હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અમે આગામી નાણાકીય વર્ષમાં બિઝનેસમાં ડબલ ડિજિટ ગ્રોથનો અંદાજ લગાવી રહ્યા છીએ, કારણ કે તાજેતરમાં પર્સનલ રિટેલ બિઝનેસમાં ઉછાળો જોવા મળ્યો છે. અમે આવનારા સમયમાં કેટલીક 3-4 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાના છીએ. તેમના નિવેદન બાદ શેરમાં ખરીદી જોવા મળી હતી.
બજાર હિસ્સાની દ્રષ્ટિએ LIC દેશની નંબર વન વીમા કંપની બની રહી છે. પ્રથમ વર્ષમાં પ્રીમિયમમાં LICનો બજાર હિસ્સો લગભગ 58.50 ટકા હતો.
જો કે LIC જે ભાવથી IPO લાવી હતી તે ભાવ સુધી પહોંચવામાં હજુ લાબી મજલ કાપવી પડશે. 17 મે 2022ના દિવસે LICએ 902થી 949નો પ્રાઇસ બેન્ડ રાખ્યો હતો અને સૌથી મોટો IPO હતો. રોકાણકારોએ ઉત્સાહથી પૈસા ભર્યા હતા. પરંતુ 52 સપ્તાહનો સૌથા ઉંચો ભાવ 754 રૂપિયા છે અને નીચો ભાવ 530 રૂપિયા છે. તે ખતે રોકાણકારોને એમ હતું કે LICના શેરમાંથી તગડી કમાણી થશે, પરંતું જેમના શેર લાગ્યા હતા તેતો બરાબરના ભેરવાઇ ગયા છે.
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં BSE 47.77 પોઈન્ટ અથવા 0.07 ટકા ઘટીને 65,970.04 પર બંધ રહ્યો હતો. NSE નિફ્ટી 7.30 પોઈન્ટ અથવા 0.04 ઘટીને 19,794.70 પર બંધ રહ્યો હતો.જોકે આ સમયગાળા દરમિયાન બેન્કિંગ શેર્સમાં ખરીદી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં હળવી ખરીદી જોવા મળી હતી. સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝ, ડિવીઝ લેબ્સ, હિન્દાલ્કો, એક્સિસ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી બેન્ક ટોપ ગેઇનર્સ હતા અને એપોલો હોસ્પિટલ્સ, વિપ્રો, એચસીએલ ટેક, ટીસીએસ, યુપીએલ ટોપ લૂઝર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp