પહેલા 5000 ટકાનું રિટર્ન, હવે સતત અપર સર્કિટ પર લગાવી રહ્યા છે આ શેર
મુકેશ અંબાણીની માલિકી હકવાળી એક કંપનીના શેર છેલ્લા 2 કારોબારી સત્રથી અપર સર્કિટ લગાવી રહ્યા છે. રોજ તેમાં લગભગ 5 ટકાનો ઉછાળ જોવા મળી રહ્યો છે. સતત ઉછાળના કારણે એ પોતાના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ચૂક્યા છે. આ કંપની Lotus Chocolate છે, જે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની સબ્સિડિયરી છે. Lotus Chocolate કંપનીના શેરોમાં ઉછાળ ત્રિમાસિકના પરિણામો બાદ આવ્યો છે. કંપનીને ટેક્સ બાદ પોતાના Q1 લાભ (PAT)માં ભારે ઉછાળની જાણકારી આપી છે.
Lotus Chocolateએ જૂન 2024ના રોજ સમાપ્ત થયેલી પહેલી ત્રિમાસિક માટે 9.41 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ હાંસલ કર્યો છે, જ્યારે ગયા વર્ષની આ ત્રિમાસિકમાં તે લગભગ 20 લાખ રૂપિયા હતો. તો રેવેન્યૂ 32.21 કરોડ રૂપિયાથી વધીને 141.31 કરોડ રૂપિયા થઇ ગઇ છે. મુકેશ અંબાણીના ફર્મ સાથે જોડાયેલી આ કંપનીએ 5 વર્ષમાં શાનદાર રિટર્ન આપ્યું છે. દરેક શેર પર આ સ્ટોકે 5000 ટકાનું રિટર્ન આપ્યું છે એટલે કે જો કોઇએ તેમાં એક લાખ રૂપિયા પણ 5 વર્ષ અગાઉ લગાવ્યા હોત તો આજે તેને 51 લાખ રૂપિયા મળી જતા.
19 જુલાઇ 2019ના રોજ આ શેર માત્ર 15 રૂપિયાના ભાવ પર હતા, જે હવે 772.50 રૂપિયા પર પહોંચી ગયા છે. 52 અઠવાડિયા તેનું નીચલું સ્તર 213 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં આ શેર સતત ગ્રોથ દેખાડી રહ્યા છે. આ શેરે એક વર્ષમાં શાનદાર રિટર્ન આપ્યું છે. તેણે 230 ટકાનો ઉછાળ હાંસલ કર્યો છે, જેનો અર્થ છે કે આ સ્ટોકે એક વર્ષમાં રોકાણની રકમને 2.3 ગણી કરી છે. 6 મહિનામાં જ તેણે પૈસા ડબલ કર્યા છે અને 106 ટકાનું રિટર્ન આપ્યું છે.
YTD દરમિયાન આ શેરમાં 154.53 ટકાની તેજી આવી છે. Lotus Chocolate ભારતની શાનદાર ચોકલેટ, કોકો પ્રોડક્ટ અને કોકો ડેરિવેટિવ જેવી પ્રોડક્ટ બનાવે છે. તેની પ્રોડક્ટ સ્થાનિક બેકરીથી લઇને વિદેશો સુધી દુનિયાભરમાં ચોકલેટ કંપનીઓ અને ચોકલેટ યુઝર્સને સપ્લાઇ કરવામાં આવે છે. કંપની 1989માં આવી હતી અને વર્ષ 1992માં તેનું પરિચાલન શરૂ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp