શાનદાર શેર, રિટર્ન જોઈને કરશો વાહ વાહ, 1 લાખને વર્ષમાં બનાવ્યા 32 લાખ રૂપિયા

PC: zeebiz.com

શેર બજાર જખમ ભરેલો જરૂર છે, પરંતુ તેમાં ઘણા શેર એવા પણ છે જે પોતાના રોકાણકારો માટે નસીબનો દ્વાર ખોલી દે છે અને ઓછા સમયમાં પૈસા લગાવનારાઓને માલામાલ કરી દીધા છે. એવો જ એક સ્ટોક છે કેસર ઇન્ડિયાના શેર. આ શેરે એક વર્ષમાં જ કમાલ કરી દીધી છે અને રોકાણકારોને શાનદાર 3000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. એવામાં માત્ર 10,000 રૂપિયાની રકમ લગાવનારા રોકાણકાર વર્ષમાં જ લાખપતિ બની ગયા.

કેસર ઈન્ડિયા, કેસર ગ્રુપની એક પ્રમુખ રિયલ એસ્ટેટ ડેવલપર કંપની છે, જે કેસર લેન્ડ્સના બ્રાંડના નામ હેઠળ પ્રોજેક્ટ ચલાવે છે. નાગપુર બેઝ્ડ આ કંપનીનો બિઝનેસ કેસર ઈન્ડિયા લેન્ડ પર પ્રોજેક્ટ ડેવલપ કરવા કે પ્લોટેડ લેન્ડ સેલનો છે. આ પ્રમુખ રૂપે પ્લોટ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરે છે. આ સ્મોલકેપ કંપનીના શેરોએ પોતાના રોકાણકારોને એક વર્ષમાં 3,100 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ સમયગાળામાં એક શેરની કિંમત 3,597 રૂપિયા વધી ગઈ છે.

કેસર ઈન્ડિયા લિમિટેડના શેરનું પ્રદર્શન પર નજર નાખીએ ઓ એક વર્ષ અગાઉ 10 માર્ચ 2023ના રોજ કંપનીના એક સ્ટોકની કિંમત 116 રૂપિયા હતી. તો આ અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ ગુરુવાર 7 માર્ચ 2024ના રોજ તે 3,713.15 રૂપિયાના લેવલ પર ક્લોઝ થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી કેસર ઈન્ડિયાના શેરોની કિંમતમાં રોકેટ તેજી જોવા મળી છે. 9 જાન્યુઆરીએ તે 1075 રૂપિયાના હતા અને મહિનામાં તેની કિંમત 2079 રૂપિયા પર પહોંચી ગઈ છે. હવે એ 3700 પાર પહોંચી ચૂકી છે.

એક વર્ષમાં જ નહીં આ સ્મોલકેપ શેરોએ લોંગ ટર્મમાં પણ રોકાણકારોની સંપત્તિમાં શાનદાર વધારો કર્યો છે. તેનો અંદાજો આંકડા જોઈને લગાવી શકાય છે. છેલ્લા 5 વર્ષમાં કંપનીના શેરોમાં રોકાણ કરનારાઓને 2054 ટકાનું રિટર્ન મળ્યું છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં જ આ શેરમાં પૈસા લગાવનારા રોકાણકારોને 1,558 ટકાનું મલ્ટીબેગર રિટર્ન મળ્યું છે. છેલ્લા એક મહિનામાં શેર આગળ વધવાનો ગ્રાફ તેજીથી ઉપર તરફ વધ્યો છે અને રિટર્ન 78 ટકા રહ્યું.

રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલી આ કંપનીના રિટર્નના હિસાબે જોઇએ તો આ સ્ટોકમાં માત્ર એક વર્ષ અગાઉ કોઈ રોકાણકારે 1 લાખ રૂપિયા રોક્યા હશે અને એ રોકાણને અત્યાર સુધી હોલ્ડ કર્યું હશે તો એ રકમ વધીને લગભગ 32 લાખ રૂપિયા થઈ ગઈ હશે. આ શેરોનું 52 વીક હાઇ લેવલ 4319.85 છે, જ્યારે 52 વીક લો લેવલ 100.40 રૂપિયા છે. કેસર ઈન્ડિયાને ડિસેમ્બર ત્રિમાસિકમાં શાનદાર નફો થયો હતો, જે 5.25 કરોડ રૂપિયાનું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp