HDFC બેંકના શેરમાં 6 દિવસમાં 1 લાખ કરોડથી વધારેનું ધોવાણ, LICમાં....

PC: businesstoday.in

તાજેતરમાં શેરબજારમાં જોવા મળેલી ભારે ઉથલ પાથલમાં HDFC બેંકના શેરની ભારે પિટાઇ થઇ છે. છેલ્લાં 6 દિવસમાં HDFC બેંકના માર્કેટમાં કેપમાં 1 લાખ કરોડથી ભારેનું ધોવાણ થઇ ગયું છે. તો બીજી તરફ LICના શેરમાં રોકાણકારોને તગડી કમાણી થઇ છે.

ભારતીય શેરબજાર માટે ગત સપ્તાહ ભારે ઉથલ-પાથલ વાળું રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) ના 30 શેરોવાળા સેન્સેક્સમાં 1144.8 પોઈન્ટ્સ અથવા 1.57 ટકાનો ઘટાડો થયો હતો. આ સાથે BSEની ટોપ-10 કંપનીઓમાંથી પાંચની માર્કેટ વેલ્યૂમાંઘટાડો થયો છે. આ કંપનીઓની કુલ માર્કેટ મૂડીમાં રૂ. 1,67,936.21 કરોડનો ઘટાડો થયો છે. HDFC બેન્કના રોકાણકારોને સૌથી વધુ નુકસાન થયું છે. શેરબજારના ઘટાડા વચ્ચે પણ LIC રોકાણકારોએ જંગી નફો કર્યો હતો.

ગયા અઠવાડિયે, દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક, HDFC બેંકનો શેર ભારે ચર્ચામાં રહ્યો હતો. માત્ર એક-બે નહીં પરંતુ સતત ત્રણ દિવસ સુધી બેંક શેરોમાં ઘટાડાનું સુનામી આવ્યું અને આ સમયગાળા દરમિયાન બેંકિંગ શેરમાં 12 તુટી ગયા હતા.. જે રોકાણકારોએ બેંક શેરોમાં નાણાં રોક્યા હતા તેમને આ સમયગાળા દરમિયાન ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.HDFC બેંકનું માર્કેટ કેપ ઘટીને 11,22,662.76 કરોડ રૂપિયા થઈ ગઈ. આ હિસાબે બેંકના રોકાણકારોને 1,22,163.07 કરોડ રૂપિયા ધોવાઇ ગયા છે.

જો કે ગયા સપ્તાહમાંમ માત્ર HDFC બેંકનો શેર જ નહી, રિલાયન્સના શેરને પણ મોટું નુકશાન થયું હતું.

રિલાયન્સનું માર્કેટ કેપ. 18,199.35 કરોડ ઘટીને રૂ. 18,35,665.82 કરોડ થયું હતું. આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર (HUL માર્કેટ વેલ્યુ)નું માર્કેટ કેપ રૂ. 17,845.15 કરોડ ઘટીને રૂ. 5,80,184.57 કરોડ થયું છે. ટાટા ગ્રૂપની દેશની સૌથી મોટી આઈટી કંપની TCSના માર્કેટ કેપમાં પણ ઘટાડો થયો છે. TCSનું માર્કેટ કેપ 7,720.6 કરોડ રૂપિયા ઘટીને 14,12, 613.37 કરોડ રૂપિયા રહ્યું છે.

જો કે આ બધા વચ્ચે LICનું માર્કેટ કેપ 67.451.1 કરોડ રૂપિયા વધીને 5,92, 019.78 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. LICએ માર્કેટ કેપમાં સ્ટેટ બેકંને પાછળ છોડી દીધું છે.

ભારતીય એરટેલનું માર્કેટ કેપ 26, 380.94 કરોડ રૂપિયા વધીને 6,31,679.96 કરોડ રૂપિયા, ઇન્ફોસીસનું માર્કેટ કેપ 15,170.75 કરોડ રૂપિયા વધીને 6,84, 305.90 કરોડ રૂપિયા, ICICI બેકંનું માર્કેટ કેપ3, 163.72 કરોડરૂપિયા વધીને 7,07,373.79 કરોડ રૂપિયા થુયં છે. ITCનું માર્કેટ કેપ 2,058.48 કરોડ રૂપિયા વધીને 5,84,170.38 કરોડ રૂપિયા થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp