તોફાની તેજી સાથે ભાગી છે આ સ્ટોક! 1 મહિનામાં આપ્યું 87% રિટર્ન

PC: jupiter.money

ઘટતા બજારમાં પણ રેલવેના કેટલાક શેરોએ ખૂબ કમાણી કરાવી છે. IRFCઅને IRCTCના શેરો સિવાય વધુ એક રેલવે સેક્ટરની કંપનીના શેર તોફાની તેજી સાથે ભાગી રહ્યા છે. એ સ્ટોક છેલ્લા 5 દિવસોમાં જ રોકાણકારોને માલામાલ કરી ચૂક્યા છે. એક મહિના દરમિયાન આ સ્ટોક 87 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. હવે આ શેર 320 રૂપિયા પર પહોંચી ગયા છે. રેલવેનો આ સ્ટોક રેલવે વિકાસ નિગમ (RVNL) છે.

જેણે એક વર્ષ દરમિયાન શાનદાર રિટર્ન આપ્યું છે. RVNLના શેર શુક્રવારે 20 ટકા ચઢીને 292.30 રૂપિયા પર બંધ થયા હતા, જ્યારે શનિવારે 10 ટકાની તેજી સાથે 320 રૂપિયા પર પહોંચી ગયા. 5 દિવસોમાં સ્ટોક 56 ટકાની છલાંગ લગાવી ચૂક્યા છે. તો એક મહિનાની વાત કરીએ તો RVNLના શેરોએ આ અવધિમાં 87 ટકાનું રિટર્ન આપ્યું છે. 5 વર્ષ અગાઉ એપ્રિલ 2019માં RVNLના શેર 19.75 રૂપિયા પર હતા, પરંતુ આજે આ શેર 320 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.

આ અવધિ દરમિયાન આ સ્ટોકે 16 ગણું કે 1500 ટકાનું રિટર્ન આપ્યું છે. એવમાં જો કોઈએ આ અવધિ દરમિયાન 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો તેના એક લાખ આજે 16 લાખ રૂપિયા બની ગયા હશે. RVNLના શેર એક વર્ષ અગાઉ એટલે કે 20 જાન્યુઆરીના રોજ 76 રૂપિયાના ભાવ પર હતા, જે હવે 320 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. એક વર્ષ દરમિયાન તેણે લગભગ 4 ગણું રિટર્ન આપ્યું છે.

આ સ્ટોક આ અવધિ દરમિયાન 317 ટકા ચઢ્યા છે. એ સિવાય 52 વીક લો લેવલ 56.05 રૂપિયા પ્રતિ શેર છે. શનિવારે શેર બજાર શાનદાર તેજી સાથે ખૂલ્યું. આ દરમિયાન રેલવે સ્ટોકમાં શાનદાર ઉછાળ જોવા મળ્યો. IRFCના શેર 9 ટકા ચઢીની 174.85 રૂપિયા પ્રતિ શેર પર કારોબાર કરી રહ્યા છે, જ્યારે RVNLના શેર 10 ટકા ચઢીને 320 રૂપિયા પ્રતિ શેર પર કારોબાર કરી રહ્યા છે. એ સિવાય IRCTCના શેર લગભગ 4 ટકા ચઢીને 1000ને પાર કારોબાર કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp