રાકેશ ઝુનઝુનવાલાએ રોબિનહુડ ઇન્વેસ્ટરોને બજારથી દૂર રહેવાની આપી સલાહ, જાણો કારણ

PC: business-standard.com

દિગ્ગજ નિવેશક રાકેશ ઝુનઝુનવાલા ઘરેલૂં શેર બજારની હાલની તેજી બાદ ઘટાડાની આશંકાથી ચિંતિત નથી. તેમનું માનવું છે કે, બજારમાં ઘટાડાના અણસાર ઓછાં છે. આ દિગ્ગજ નિવેશકનું માનવું છે કે, બજારમાં તેજી બની રહેવાની આશા છે. હવે આ તેજી વ્યાપક બજાર સુધી પહોંચવાની છે. એક કાર્યક્રમ દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું, બજારમાં તેજી ચાલુ રહેવાની છે. બજારમાં ઘટાડો પણ આવશે, બ્રેક પણ લાગશે, જેને કારણે વ્યાપ ઓછો થઈ શકે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે તેજી પૂરી થઈ જશે.

બજારની હાલની તેજીની આગેવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ જેવા દિગ્ગજ શેરોએ કરી, જેના કારણે બજારનું પૂંજીકરણ 160.68 લાખ કરોડ રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયું. રાકેશ ઝુનઝુનવાલા વર્ષ 1985થી કારોબાર કરી રહ્યા છે, જ્યારે સેન્સેક્સ 150 અંક પર હતો. બજારની તેજી પર તેમણે કહ્યું, જ્યારે આધાર મજબૂત હોય ત્યારે બજાર ઉપર જાય છે. તે રિલે રેસની જેમ છે, જેમાં એક પછી એક સૌને તક મળશે. તેમના અનુસાર, આ તેજીમાં દેવાનો બોજો નથી વધી રહ્યો, જે સારો સંકેત છે. બજારમાં નવા નિવેશકો (રોબિનહુડ નિવેશકો)ને સલાહ આપતા તેમણે કહ્યું હતું કે, ટ્રેડિંગની સાથે શરૂઆત ના કરવી જોઈએ અને પ્રોફેશનલ નિવેશ સલાહ પર વિશ્વાસ કરવો જોઈએ.

તેમણે કહ્યું, ટ્રેડિંગ ના કરો. તેનું ગણિત તમારી વિરુદ્ધ છે. જો તમે ટ્રેડ કરતા હો, તો યોગ્ય આઈડિયાનો ઉપયોગ કરો. તેને માટે સચોટ સમજ અને દ્રષ્ટિકોણની જરૂર છે. તે પૂર્ણકાલિક હોય છે. તમારા પૈસા પ્રોફેશનલ લોકોને સોંપી શકો છો. રાહત પેકેજ પર અભિપ્રાય આપતા રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે, વધુ રાહત પેકેજની જરૂર છે. પરંતુ લાંબાગાળે નીતિગત બદલાવોમાં વધુ દમ દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું, મને લાગે છે કે, આપણને રાહત પેકેજની જરૂર છે, પરંતુ આંખો મીંચીને રાહત ના આપી શકાય. મારી ચિંતા લાંબાગાળાની નીતિઓને લઈને છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, મને માત્ર પાકિસ્તાનના પરમાણુ બોમ્બનો ડર છે. અજ્ઞાત ડર હંમેશાં બની રહેશે અને તે અંગે આપણે કંઈ ના કરી શકીએ.

આ દિગ્ગજ નિવેશકને ભારતીય અર્થવ્યવસ્થા પર વિશ્વાસ છે. તેમનું માનવું છે કે, ભારત નવી આર્થિક સાયકલની ટોચે ઊભું છે, જેના બજારમાં તેજી આવવાની છે, જે તેમને ખૂબ જ આશ્વસ્ત કરે છે. તેમણે કહ્યું, હું એ તો ના કહી શકું કે આપણે 2003ના સ્તર પર છીએ, પરંતુ ટેકનિકલ આધાર પર બજારનું સ્તર તેવું જ છે. ભારતમાં કોર્પોરેટ નફો અને GDPનો અનુપાત નીચલા સ્તરો પર છે. ઝુનઝુનવાલાનું માનવું છે કે, વર્ષ 2024 સુધી ભારતીય અર્થવ્યવસ્થા 10 ટકાના દરથી ગ્રોથ કરવાની છે.

ઝુનઝુનવાલાએ જબરદસ્ત અસ્થિરતાને જોતા નવા જમાનાની ક્રિપ્ટોકરન્સીથી દૂર રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં બિટકોઈનનો બાવ 20000 ડૉલરની આસપાસ હતો, જે આજે આશરે અડધો જ રહી ગયો છે. જોકે, તેમણે હાલના સમયમાં સોનાની તેજી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઝુનઝુનવાલાએ હજુ સુધી ગણ્યા-ગાંઠ્યા સ્ટાર્ટઅપ્સમાં જ રોકાણ કર્યું છે, પરંતુ હવે તેમનો એ દિશામાં આગળ વધવાનો પ્લાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp